________________
૯૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
ગુજરાતનાં જંગલોમાં હાલ ખાસ કરીને ઈમારતી લાકડાં કાપવાને અને મહુડાં, લાખ, ગુંદર વગેરે પેદાશ એકઠી કરવાને ઉદ્યોગ ચાલે છે. ધરમપુરના રાજ્ય આ બાબતમાં ઘણું પ્રગતિ કરવા માંડી છે અને રાજ્ય તરફથી ત્યાં જંગલ અને ખનીજની પેદાશને માટે એક પ્રયોગશાળા ચાલે છે. પણ ત્યાં મુખ્ય ખેટ રેલ્વેની છે. જે આ જંગલોવાળા પ્રદેશને રેલ્વેથી જોડવામાં આવે તે તેમની ઘણું ખીલવણ થઈ શકે તેમ છે. પૂર્વ સરહદનાં જંગલમાં વાંસ પુષ્કળ ઉગે છે, એટલે ત્યાં કાગળ બનાવવાને ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે. કેલસાની ખેટ પૂરવા માટે જળશક્તિને ઉપયોગ થવાની જરૂર છે. દિવાસળી બનાવવામાં વપરાતા સીમુલ, કદંબ વગેરે સાગ આ જંગલમાં ઉગતા હશે, પણ હજુ તેની તપાસ થઈ નથી. દિવાસળી બનાવવાને ઉદ્યોગ એક બે અપવાદ સિવાય કોઈ ઠેકાણે હજુ ગુજરાતમાં જોવામાં આવતા નથી, તેમ જ ઘાસ કે વાંસમાંથી કાગળ બનાવવાને ઉધોગ પણ શરૂ થયો નથી. ટુંકામાં ગુજરાતમાં ઉદ્યોગની ખીલવણું માટે શી શી કુદરતી સગવડ છે તે સંબંધી તપાસ થઈ જ નથી.
ગુજરાતની ફળદ્રુપ ભૂમિમાં વિવિધ પ્રકારનાં ફળ થાય છે. ફળાઉ ઝાડે ખાસ કરીને ચરોતરમાં, સુરતના રસાળ મેદાનમાં, વડેદરા રાજ્યના ચરોતર અને સુરતની પાસેના પ્રદેશમાં અને કાકીયાવાડમાં સેરઠ તથા ગોહીલવાડની રસાળ ભૂમિમાં વધારે થાય છે. વડોદરા રાજ્યમાં ફળનાં વાવેતર વધારવાને ઘણું ઉત્તેજન આપવામાં આવે છે. રાજ્ય તરફથી ખેતીવાડી માટે ત્રણ પ્રયોગક્ષેત્રે ચલાવવામાં આવે છે કે જ્યાં ખેતી તથા ફળના વાવેતર સંબંધી જૂદા જૂદા પ્રયોગ થાય છે. જુદાં જુદાં ફળ જેવાં કે અંજીર, મોસંબી, કેરી, દાડમ, પપૈયાં વગેરેનાં વૃક્ષો ત્યાં રોપવામાં આવે છે અને ખેડુતને તેમાં રસ લેતા કરીને ફળનાં ઝાડાનું વાવેતર વધારવામાં આવે છે. આ પ્રયોગીક્ષેત્રે ખેડુતોને ફળાઉ ઝાડના છેડવા કે કલમો પૂરાં પાડે છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com