________________
[ ૧૭ ] નેટ–પ્રાથમિક ચુંટણીમાં કઈ તાલુકાને વધારે–ઓછી સંખ્યામાં પ્રતીનિધિઓ ચુંટવાને ખાસ કારણ હોય તો તેવા વધારાના નામો ખાસ કેસ તરીકે કે-ઓપશનના પ્રતિનીધિ તરીકે મંજુર રાખવાં.
(૧૩) ઉપર જણાવવા પ્રમાણે દરેક તાલુકા તથા ગામડાઓએ નીમેલ મિતિ સુધીમાં પોતપોતાના પ્રતિનિધિઓ ચૂંટીને દેશાવરી મહાઝનની ઓફીસે ખબર આપવા. છતાં તે પ્રમાણે વખતસર જે કેઇના પ્રતિનિધી ચુંટાઈને નહિ આવે તો તેવા બાકી રહેલા પ્રતિનિધિઓની તથા કે–ઓપશનના પ્રતિનિધિઓની ચુંટણી ચુંટાઈ આવેલા પ્રતિનિધિઓ મળીને કરશે તે મંજુર ગણાશે. આ કમીટી શ્રી ગોહિલવાડ વીશાશ્રીમાળી મહાજન કમીટી ગણાશે અને તેને ગેહલવાડ દેશાવરી મહાજનનું દરેક કામકાજ કરવાને સંપૂર્ણ સત્તા રહેશે,
નોટ- ઉપરોક્ત દેશાવરી મહાજન કમીટીની યોજના સંપૂર્ણ તૈયાર થતાં સુધી તેના અંગે પત્રવ્યવહાર કરવા, ચુંટાયેલ સભ્યોની મીટીંગ ભરવા અને તેને અંગેના જરૂરી કામકાજ કરવાને સંમેલનના પ્રમુખશ્રી વનમાળીદાસ બહેચરભાઈને સત્તા આપવામાં આવે છે.
(૧૪) શ્રી ગેહલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીના કામકાજની નિયમિતતા સંભાળવાને માટે કાયમી ઓફિસ રાખવી અને ચાલુ કામકાજ માટે કમીટીમાંથી એક પ્રમુખ, બે સેક્રેટરી તથા દશ સભ્યોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com