________________
તીર્થયાત્રા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, દ્રષ્ટિ વિશાળ બને છે, ચારિત્ર નિર્મળ બને છે, જીવનમાં ઉદારતા, પરમાર્થ, પરોપકાર પરાયણતા, સ્વાશ્રયપણું ખડતલપણું થાય છે, એક બીજાને પરિચય, શુભસંસ્કા
ની લેવડદેવડ થાય છે, તથા આરંભ આદિ પાપથી મેળવેલી લક્ષ્મીને ભક્તિ, સેવા વગેરે કાર્યોમાં ઉપયોગ થવાથી તે સફળ બને છે.”
(૧૨) યાત્રા કેવી રીતે કરવી જોઈએ ? તીર્થયાત્રા મુખ્ય રીતે છારી પૂર્વક કરવી જોઈએ.
૧ એકાહારી, ર સચિત્ત પરિહારી, ૩ ભૂમિસંથારી ૪ બ્રહ્મચારી, ૫ પાદવિહારી અને ૬ સમ્યકત્વધારી. આ છએના છેડે રી આવવાથી આને છરી કહેવાય છે.
૧ એકાહારી-યાત્રા કરનારે એકજવાર ભજન કરવું જોઈએ એટલે, એકાસના કરવા.
૨સચિત્ત પરિહારી-સચિત્ત એટલે જીવવાળી વસ્તુને ત્યાગ કરવો જોઈએ. કાચા ફળે સચિત્ત મીઠું, લીલું દાતણું. કાચા પાકા શાક વગેરે ખાવા ન જોઈએ.
૩ ભૂમિસંથારી–પલંગ, ગોદડાં, હિંડોળે, પાટ, ખાટલા, વગેરેને ત્યાગ કરી એક સંથારો (ગરમ વસ્ત્ર) માત્ર પાથરી તેના ઉપર સૂઈ રહેવું જોઈએ. - ૪ બ્રહ્મચારી -બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ યાત્રા દરમ્યાન પુરુષ સ્ત્રીને સંગ અને સ્ત્રીએ પુરુષને સંગ કરવો ન જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com