________________
આ તીર્થો પ્રવાહથી અનંતકાળથી ચાલુ જ છે, ભલે કાળના પ્રભાવે પાંચ ભરતક્ષેત્રે અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં કઈ કઈ વખતે તીર્થને વિચ્છેદ હોય, પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તે કઈ કાળે વિરહ હોતે જ નથી.
તીર્થસ્થાને સારામાં સારા રમણીય, કલાયુક્ત, શીલ્પશાસ્ત્રાનુસાર બનાવવામાં લાખો ને કરડે રૂપીયા ખર્ચવાનું એકજ કારણ હોય છે, કે તીર્થો જેટલા મનહર તેટલા. જેનાર આત્માના ભાવમાં અધિક ઉલ્લાસ થાય અને આત્મા. કર્મની વધુ નિર્જરા કરી શકે.
તીર્થસ્થાનનું વાતાવરણ અતિ પવિત્ર સાત્વિક અને શાંતિદાયક હોય છે. એટલે ત્યાં ભાવનાઓ સારી આવે છે, દુષ્ટ વિચારો ચાલ્યા જાય છે, કેમકે મનુબેને સ્વભાવ છે કે તે જેવા વાતાવરણમાં હોય તેવી છાયા તેના માનસ ઉપર અવશ્ય પડે છે. તીર્થ એ ખરેખર આત્મારૂપી લેઢાને સુવર્ણ બનાવનાર અભૂત રસાયણ છે. માટે જ તીર્થંકર ભગવતેએ અને મુનિ પુંગવેએ તીર્થયાત્રા કરવાને ઉપદેશ આપેલ છે, કહ્યું છે કે –
તીર્થયાત્રિકના પગની રજથી રજવાળ થનારા મનુષ્ય કર્મ રજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મનુષ્ય સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્ય ખરચ કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થસ્થાનમાં જઈ શ્રી જિનેશ્વર દેવની પૂજા, ભક્તિ આરાધના કરનારા પિતે પૂજનીક બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com