________________
સમાચાર પુછી ગરમ પાણી વડે પગ પ્રક્ષાલી આસને બેસાડી પડેશમાંથી ભેજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટભંજન બનાવી સનેહપૂર્વક પતિને જમાડવા લાગી. સરળ ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસપણે પત્નીને કહી. તે સાંભળી પરિવર્તન સ્વભાવવાળી ગૃહીણી આનંદપૂર્વક અનુમોદન કરે છે. આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તે અશ્ચર્યમુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમોદના કરે છે. હવે તેના આંગણામાં બાંધેલી ગાવે ખીલે ઉખેડી નાંખવાથી ખીલે મજબુત બેસાડવા માટે જમીનને જરા ઉંડી ખેડે છે એટલામાં ૧૦૦૦૦ દશ હજાર સેનામહોરને ચરૂ નીકળે છે. તે સેનામહોરે સાથે લઈ શેઠાણની અનુમતિ મેળવી, સીધે સંઘપતિના તંબુમાં આવે છે, અને તે સઘળી મિલકત ઉદ્ધાર કુંડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે. ત્યારે મંત્રીવર કહે છે કે હવે ઉદ્ધાર ફંડનું કાર્ય સમાપ્ત થયું. હવાથી જરુર નથી તેમજ આ લક્ષ્મી પુણ્યપ્રભાવથી મળેલી છે તે તેને ભગવટે તમે જ કરો.
- મંત્રીએ તે સુવર્ણ લેવા ના પાડી, ભીમે આગ્રહ કરે રાખે છે ત્યાં રાત પડી રાત્રે કપર્દિયક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે હે ભીમા ! તે એક રૂપિયાના પૂષ્પ લઈ શ્રી આદીશ્વર ભગવંતની પૂજા કરી, તેથી પ્રસન્ન થઈ મેં તને સુવર્ણ ચ આપે છે, માટે તું ઈચ્છા મુજબ તેને ભેગવટે કર.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com