________________
૨૫
કરી શુદ્ધ થઈ સંઘ સાથેના દેવાલયમાં આવી સ્નાત્ર પૂજા કરવી, પછી સંઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રી શત્રુંજય સન્મુખ પૂજાના ઉત્સવ કરવા.’
આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી. પછી અનુક્રમે શ્રી ગિરિરાજ પાસે આવી પહોંચ્યા. ત્યાં વાકી રત્ન પાસે સંઘના સુંદર પડાવ કરાવ્યા.
બીજે દિવસે ગણધર ભગવંત વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરોહણ કર્યું. સુધર્મેન્દ્ર ત્યાં આવ્યા. અને પરસ્પર ભેટ્યા. પછી ઇન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણવૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઇન્દ્રે ઋષભદેવ ભગવંતની પાદુકા જે પાતે બનાવી હતી તે બતાવી. એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યા.
પછી ઇન્દ્રે ભરત મહારાજને કહ્યું કે આ તીર્થ ઉપર પ્રભુની મૂર્તિ વિના કોઈ કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલેા આ ગિરિ સ્વયં તીરૂપ છે, તા પણ લેાકેાની ભાવનાની વિશેષ પ્રકારે વૃદ્ધિને માટે અહીં શ્રી જિનેશ્વર દેવના એક ભવ્ય વિશાળ પ્રાસાદ થવા જોઈએ. માટે એક ચાર્યાસી મંડપથી મંડિત એક મહાન જિનપ્રાસાદ કરાવો.’
ઇન્દ્રની આજ્ઞાથી ભરત મહારાજાએ વ્યિ શક્તિવાળા વાક્કી રત્ન પાસે ચેલેાક્યવિભ્રમ નામના ૮૪ મડપવાળા એક ભવ્ય પ્રાસાદ અનાવરાવ્યા, તેમાં પૂર્વ દિશામાં સિંહનાદ પ્રમુખ એકવીસ મડો, દક્ષિણ દિશામાં ભદ્રશાલ પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com