________________
૧૫૧ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાંત, તે તીથેશ્વર પ્રણપ્રિયે, જય ભવની બ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા છણે ઠામ, તે તીર્થેશ્વર પ્રભુમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુંજી સ્થાનથી મિથ્યાં મળ છેવાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ૨૯ આડ કમ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીથેશ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય રત્ન સ્ફટિક ખાણ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણુ. ૩૧ સેવન–રૂપ-રત્નની, ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિચે, ન રહે પાતક એક ૩૨ સંયમધારી સંયમે. પાવન હોય જિણ ક્ષેત્ર, તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે; પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં; અનંતગણું કહેવાય? તે તીથેશ્વર પ્રણમિયે સેવન ફુલ વધ ય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત તે તીર્થેશ્વર પ્રણમિયે ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિયે જાયે સકલ જાલ. ૩૭ મનમેહન પગે ચઢે પગ પગ કર્મ અપાય; તે તીર્થેશ્વર પ્રમિયે ગુણ ગુણ ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રુખ સહામણુ કુંડે નિર્મલ નીર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com