________________
૧૬૩
આકારના સુંદર મંદિર આજે ઉભા છે. મંદિરોના બાંધકામ એંશી હજારના તે દેરડા વપરાયા હતા.
દહેરાસરની પ્રતિષ્ઠાના મુહૂર્તા નક્કી થયાં, પણ પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાં જ શેઠ તે ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા.
તેમની ભલામણ મુજબ સોરઠને સંઘ સંવત ૧૮૯ ના પિષ વદી એકમના પાલીતાણું આવ્યું. સંઘમાં એક હજાર સંઘવીઓ અને સવાલાખ જેટલા યાત્રાળુઓ હતા. બધી વ્યવસ્થા શેઠના મિત્ર અમરચંદ દમણ અને કુલચંદ કસ્તુરચંદ સારી રીતે કરતા હતા.
અઢાર દિવસ ઝાંપે ચોખા મુકાયા હતા. રોજના જમણને ખરચતે વખતે ચાલીસ હજાર રુપીયા આવતા હતા. પ્રતિષ્ઠા સંવત ૧૮૯૩ ના મહા વદ ૨ ના દિવસે શેઠના પુત્ર ખીમચંદ ભાઈએ કરી હતી.
મંદિરની રચના શેઠ મોતીશાની ટુંકની રચના નલિનીગુલ્મ, વિમાન નના આકારે છે. તેના ફરતો ચાર કોઠાવાળો સુંદર કોટ છે. મુખ્ય મંદિરમાં શ્રી આદીશ્વરજી ભગવાનની મનહર મૂર્તિ છે, ઉપરના ભાગમાં, બીજે અને ત્રીજે માળે ચામુખજી પધરાવેલા છે. સામી બાજુ શ્રી પુંડરીકસ્વામીજીનું મંદીર છે. બન્ને બાજુ બે માળનું મંદિર છે. મુખ્ય મંદિરને ફરતાં નાના મોટા મંદિર તથા માટી ભમતીમાં દેરીઓ આવેલી છે, બાંધણી બધી પદ્ધતીસરની મનહર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com