________________
૧૦૪
૪-નારદ
દ્વારકા નગરીના દેહના અને યાદવેના નાશના સમાચાર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શ્રી શત્રુંજય ગિરિવર ઉપર આવ્યા ત્યાં પોતાના અવિરતિપણાની નિંદા કરતાં અને શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન ધરી નારદે તેજ શિખર ઉપર અનશન કર્યું. ચાર શરણું અને ચાર મંગળને સ્વીકારી શુકલધ્યાનનું ધ્યાન ધરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.
આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં નારદે એકાણું લાખ સાથે આ ગિરિવર ઉપર મેલે પામેલા છે.
(કારતક સુદ ૧૫ મે અહીં મેળો ભરાય છે.)
થોડું આગળ જતાં ડાબી બાજુ હીરાબાઈને કુંડ છે. પછી આગળ જતાં ભૂખણદાસ, (બાવળ) કુંડ આવે છે. જે સુરતવાળા ભૂખણદાસે બંધાવ્યો છે. ડાં પગથીયા ચઢયા પછી જમણી બાજુ ઉંચા ઓટલા ઉપર એક દેરીમાં પાંચ ઉભી મૂર્તિઓ છે. તે પાંચ પાંડવની નથી, પણ ૧-રામ ર-ભરત ૩-થાવરચ્ચા પુત્ર ૪-શુકપરીવાજક અને પશૈલકાચાર્યની છે.
૧-૨-રામ ભરત
શ્રી રામ અને શ્રી ભરત એ દશરથરાજાના પુત્ર હતા. પિતાને પૂર્વભવ સાંભળી દીક્ષા ગ્રહણ કરી હતી. શત્રુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com