________________
સફર. સ્વીમર રાજપુતાના
તા. ૧૭ મીએ સવારે એકદમ ઠંડી પડવા લાગી. તપાસ કરતાં તાર વાંઓ કે ફાન્સમાં બરફ ઘણે પડે છે અને અમે કલ્પના કરી કે આ ઠડી તે બરફના તોફાનનું પરિણામ હેલું જોઇએ. અમે ગરમ કપડાં પહેરવાં શરૂ કરી દીધાં હતાં. રેડ-સીમાં ગરમી ઘણી લાગે છે જ્યારે પેટેસેડ આવે એટલે ગરમ કપડાં પહેરવાં પડે છે. ત્યાર પછી હિંદુસ્તાનના ઉનાળાની ઋતુનાં કપડાં નકામાં થાય છે.
ટીમર તદ્દન શાંતિથી ચાલી જાય છે. બનાવનારની કળાના કારણે કે ગમે તેમ પણ અમારી આખી સ્ટીમરમાં કઈને દરિયે લાગ્યો નથી અને દરેક અનુભવી ઉતારૂ કહે છે કે આવી રીતે સુખે સમાધે મુસાફરી ભાગ્યે જ થાય છે. આ આર (R) ટાઇપની નવી સ્ટીમર છે અને આ તેની બીજી જ વખતની સફર છે. એનું સાંચાકામ સારું છે અને એને એવી રીતે બનાવી છે કે અંદર બેઠા હેઈએ તે દરિયામાં છીએ એવું લાગે જ નહિ. સવચછતા નમુનેદાર છે, ખેરાક સાર આપે છે અને ગમે તેને પૂછીએ તે તુરત વિવેક્સર જવાબ મળે છે.
તા. ૧૮ મીની રાત્રે ફેન્સી ડ્રેસ બેલ થશે. કોઈ સેલર બનીને આવ્યા, કોઈ આરબ, કોઈ પઠાણ, કોઈ નાયકા, કોઈ સારંગ, કોઈ તુર્કી, કોઈ અરેબી, કેઈ આંધળો ભીખ માગનારે, કેઈ આરબી સ્ત્રી, વિગેરે અનેક વેશ ધારણ કરી આવ્યા અને પછી ખૂબ નાચ્યા. એમાં પિતાની વિચારશક્તિથી ડ્રેસને અંગે મૈલિક નવીનતા કરનાર કળાકારને એક ઇનામ આપવાનું હતું, એક ઘરેથી સારો વેશ તૈયાર કરી લાવનાર વેશ કરનારને ઈનામ હતું અને એક સ્ટીમર પર તૈયાર કરનારને હતું. આ ત્રણે પાછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com