________________
યુરેપનાં સંસ્મરણે
દાિ
એડનમાં ગુજરાતી વેપારીઓની દુકાનો ઘણું છે. ગુજરાતી એટલે મોટે ભાગે કાઠિયાવાડી બંદરના શહેરોવાળા. કાઠિયાવાડી અને કચ્છી લેકે અહીં સારી સંખ્યામાં વ્યાપાર કરે છે. વાણીઆ અને મુસલમાને પણ સારી સંખ્યામાં છે. અરસ્પરસ સંબંધ સારે છે.
એડનમાં નાના પાયા ઉપર ઉપાશ્રય અને જૈન દેરાસર છે. ધાતુના બિંબ છે અને સિદ્ધચક્ર છે. ત્યાં દર્શન કર્યા. જતા આવતા દરેક જેને આ મંદિરે જરૂર જવું જોઈએ, કારણ કે એ જંગલમાં મંગળ જેવું છે.
એડનમાં પીવાના મીઠા પાણીને ઘણે ત્રાસ છે. બહુ દૂરથી આવે છે. અને એક ગ્યાસલેટના ડબા જેટલા પીવાના પાણીને (ચાર ગેલનના) બે આના બેસે છે. એડનને વ્યાપાર મુખ્યત્વે કરીને ભાલ પરદેશ ચઢાવવાને છે એમ જણાયું. ત્યાંના કાઠિયાવાડી વ્યાપારીઓ બહુ માયાળુ છે અને આદરાતિથ્ય બહુ સારું કરે છે. મારી સાથે સાતેક જણ હતા તે સર્વને સારી રીતે જમાડયા અને દેશના રિવાજ પ્રમાણે અને પદ્ધતિ પ્રમાણે આજે પાંચમે દિવસે ખાવાનું મળ્યું તેથી સર્વને ઘણે આનંદ થયો.
સ્ટીમર પર વખતસર પહોંચવું હતું જેથી પાછા ટેકસીમાં બેસી ટંક જોઈ બંદર પર ચાલ્યા. એક હોટેલમાં દૂર ભર મેડસ (એક જાતની અર્ધ માછલીના અને અર્ધ મનુષ્યના શરીર વાળી ભાછલી) જેવા યોગ્ય છે એમ ગાઈડમાં હતું પણ તે દૂર હતી અને અમને વખત ઓછો હતો તેથી તે જોઈ શક્યા નહિ.
અમે બરાબર વખતસર સ્ટીમરમાં પહોંચ્યા. આ બાબતમાં - ગફલતી કરવાથી અગાઉ કેટલાક ઉતારૂઓ રહી ગયા હતા તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com