________________
સફર
સ્ટીમર રાજપુતાના
૩૩
ઈસ્પીતાળામાં હોય છે તેવો પણ સુંદર છે તેના ઉપર તળાઈ, બે એશિકા અને ઋતુની જરૂરીઆત પ્રમાણે ગરમ સુતરાઉ ઓઢવાનાં આપવામાં આવે છે. એ ઉપરાંત એક કપાટ માટે હોય છે તેમાં કપડાં લટકાવી શકાય છે અને એક બીજા ખાનાવાળા ટેબલમાં આપણી નાની મેટી ચીજો રાખી શકાય છે. બે મેટા આયના અને મોઢું ધોવાની ચાઈના વેરની કુંડી, તે ઉપર સાબુ, બે નેપકીન અને એક ટુવાલ અને એક ખુરશી-આટલી ચીજે કેબીનમાં હોય છે. બે ઉતારને વાપરવાની કેબીન જરા વિશાળ હોય છે.
કેબીનમાં હવા માટે ખાસ બંદોબસ્ત હોય છે. ઉપરથી સંચા મારફતે નળીમાં હવા મળે છે અને તે હવા આપણી અનુકૂળતા પ્રમાણે અમુક દિશાએ અથવા શરીરના અમુક ભાગ પર લઈ શકાય છે. સમુદ્ર સાથે કામ હોવાથી જરા હવા સંબંધી વિચાર સહજ આવે તેવું છે, પણ તે સ્થાને પણ વિચાર કરી
ગ્ય ઘટના કરી છે. શિયાળાની ઠંડી ઋતુમાં કેબીન ગરમ રહે તે માટે પણ ગોઠવણ હોય છે પણ હજી અમે એડનની આ બાજુ હેવાથી એ યંત્રનો ઉપયોગ જોઈ શક્યા નથી. સમયને લાભ.
સ્ટીમરમાં લેક તેર દિવસ કેમ ગાળતા હશે, વખત કેટલો ભારે લાગતું હશે એ સહજ ખ્યાલ આવે તેવું છે, પણ અહીં તે વસ્તુસ્થિતિ તદન જુદા જ પ્રકારની જોવામાં આવે છે. દરેક મુસાફર ચોખ્ખો આનંદ કરવાને જ ખ્યાલ કરતા હોય છે અને તે લેકે સ્ટીમરને તેર દિવસને વખત જાણે ઉજાણીએ નીકળ્યા. હોય તેવી રીતે પસાર કરતાં ઘણાખરા જોવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com