________________
૩૮૦.
યુરોપનાં સંસ્મરણે બેજિયમ સામાન મારે કોઈ જગ્યાએ બતાવ પડે નથી. માત્ર એક જગ્યાએ એક વખત પેટી ઉઘાડવી પડી હતી.
એન્ટવર્પને કાચને વેપાર મોટે છે. લોઢાનાં કારખાનાં ઘણું છે. એની નદી મોટામાં મોટી સ્ટીમરને કાંઠે લાવી શકે છે. એના ડેકસ ૬ માઈલ લાંબા છે. આખો દિવસ ડેસપર ધમાલ ચાલતી જ હોય. વ્યાપારની ધમાલની બાબતમાં જર્મનીના હેમ્બર્ગ પછી બીજે નંબરે આ બંદર આવે છે. બેજીઅમને “સ્ટેન્ડ બંદર પણ ઘણું જબરું છે.
એનું નામ બેલીઆ ભાષામાં “Antwerpen” છે, જર્મનમાં એને અવારે કહે છે. અંગ્રેજી નામ Antwerp છે. એની વસ્તી ૧૬૦૦૦૦ ની છે. શહેર ઘણું શોભિતું અને પૂરતી સગવડવાળું છે.
એના કસ જરૂર જોવા લાયક છે. એની ધમાલ એટલી બધી છે કે વાત નહિ. અમે ગયા ત્યારે એક સ્ટીમરમાંથી મકાઈ ખાલી કરતા હતા. મકાઈ એના હેચમાં છૂટી ભરેલી. સપાટાબંધ કેનથી એક મોટું વાસણ ઉપર લઈ આવે અને ઢગલા કરે તેને કોથળા ભરાઈ જાય અને તુરત ધકેલી બંદર પર નાખી આપે. કામ એવું સપાટાબંધ ચાલતું હતું કે આપણને તે વાત માન્યામાં પણ ન આવે. એ લેકે નકામી મહેનત કરતા નથી અને જ્યાં સંચાકામથી કામ થાય ત્યાં મનુષ્યની શક્તિનો વ્યય કરતા નથી.
આખા છ માઈલના ડખાપર અનેક સ્ટીમરમાં કામ ચાલ્યા કરતું હતું કઈ ભરાતી હતી, કઈ ખાલી થતી હતી. સામે કાંઠે દર દશ મીનિટે પસજરો લઈ સ્ટીમર જતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com