________________
બર્લિન
સંગ્રહસ્થાનેનું ધામ
૩૪૩
એ સ્તંભ ઘણે સાલે છે. પણ તે દૂર કરાવી શકાતું નથી. ફ્રાન્સનું એમાં અપમાન છે. પણ ૧૮૭૦ માં પારિસમાં જઇ સુલેહના કરાર પર સહીઓ લીધી તે વાતની કઈથી ના કહી શકાય તેમ નથી.
એ વિજય મેળવનાર Moltke મેકેનું બાવલું તેની સામે છે. તે બહુ ઓછું બોલનાર પણ વ્યુહરચના અને ગણતરીમાં ઘણ કુશળ સેનાધિપતિ હતા અને તેનું બાવલું પણ, તેને ઘણોજ ઠાવકે, ચૂપ રહેનાર, મુદામ રીતે કામ કરનાર હોય, તેજ બતાવે છે.
એની સામેના રસ્તાને avenue of victory વિજય વાટિકા કહે છે. એમાં રસ્તા ઉપર રાજાનાં પુતળાંઓ મૂક્યાં છે. અને બીજી બાજુ શારીરિક બળના નમુના રૂપે મલ્લેની કસરત આરસનાં પુતળાંમાં બતાવી છે. આ આખે વિજયમાર્ગ જરૂર જોવા લાયક છે. એ રસ્તો બગીચામય અને પુતળામય બનાવ્યું છે અને ઘણા સુંદર દેખાય છે.
આગળ ચાલટન બગ એવેન્યુ આવે છે. એ ત્રણ માઈલ લાંબે સીધે રસ્તે છે અને બન્ને બાજુ ઝાડે છે એટલે પારિસના બુડી બુલવર્ડ જેવો જ એ રસ્તો લાગે છે. બર્લિનની-બાંધણી એવી છે કે એક રસ્તા પર છ માઈલ લાંબી નજર પડી શકે. બર્લિનમાં ભૂલાં પડવાને ભય બહુ નથી કારણ કે રસ્તા સીધા છે, ભુલ ભૂલામણ જેવું કાંઈ નથી.
આગળ જતાં બર્લીન સ્ટ્રીટ આવે છે તે પણ ઘણે વિશાળ છે.
છેલ્લા કૈસરના પિતા ફેડરીકનું બાવલું રસ્તામાં આવે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com