________________
અલિન
અભિન.
લીંડન વેન્યુ
૩૩૩.
જર્મનીનું મુખ્ય શહેર, કૈસરની રાજધાની, વિદ્યાતાનું ધામ આ શહેર સ્ત્રી (Spree) નામની નદીપર આવેલું છે. જર્મનીના હાલના પ્રજાસત્તાક રાજ્યનું પણ એ મુખ્ય શહેર છે અને ઘણું આકર્ષક છે. અત્યારે એની વસ્તી આડત્રીશ લાખની ગણાય છે. પેરિસથી તે! એ ચઢે નહિ પણ કેટલીક બાબતમાં એ વધારે સુંદર છેઃ એના રસ્તા ભ્રૂણા સારા, એના બગિચા ધણા આકર્ષક અને એની બજારો તદ્દન સીધી અને બજારમાં પણ બગિચાઓ છે. સ્વચ્છતા મને સર્વથી વધારે જર્મનીમાં લાગી. આ વાત એના મુખ્ય શહેરથી માંડીને નાના ગામડાંને પણ લાગુ પડે છે. આખા શહેરને માત્ર નીરખવા માટે પણ એક દિવસ જોઇએ અને બધાં મુખ્ય સ્થળેા જોતાં આઠ દિવસ તા ઓછામાં ઓછા થાય. સરસ્વતીના ધામ સમા એ શહેરમાં અનેક પ્રકારનાં સંગ્રહસ્થાને મ્યુઝીઅમેા છે જેને અભ્યાસ તે શું થાય પણ ઉપરચેટીઆ નજર નાખતાં પશુ દિવસેા થાય. થોડા વખતમાં જરૂરી ચીજો જોઈ લેવાની પદ્ધતિ મેં રાખી હતી એટલે શું શું જોયું તેનું ઉપર ટપકેનું વર્ણન કરી જઉં છું.
અંડર ડેન લીડેન Under den Linden અથવા લીંડન વેન્યુ એ ઘણા મોટા રસ્તા છે. એનાં ત્રણ જૂદાં જૂદાં નામેા છે પણ એને લીંડન વેન્યુ કહે છે તે ઓળખાય છે. એ આખા રસ્તામાં મેટાં મેવડાં ઝાડે છે અને તે રસ્તાની વચ્ચે છે. ખન્ને બાજુ જવા આવવાના ઘણા સુંદર રસ્તા છે. વચ્ચે Frederick the Great નું મોટું બાવલું આવે છે તે ઘણું સુંદર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com