SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ યુરોપનાં સંસ્મરણે ઇલિ Vatican Picture Gallery - અહિં બહુ સારો ચિત્રસંગ્રહ છે. એ બહારના ભાગમાં, પણ મકાનને લગતે, અલગ વિભાગ છે. જેટલાં છે તેટલાં ચિત્રો ઘણાં સુંદર છે. આમાં રાફેલનું Transfiguration આ આખા સંગ્રહમાં અતિ સુંદર છે. રાફેલ અને તેના શિષ્યનું કામ ઘણું સુંદર છે. વેનિશિયન સ્કૂલ માટે એક આખો જુદો વિભાગ છે. ત્રીજે દિવસે બપોરે નીચેના સ્થળે જોયાં. કેલેનિયમ. Colosseum. આને અસલ Amphitheatrum Flavium કહેતા હતા. આખી દુનિયામાં એ મેટામાં મોટું થીએટર છે. અને અગાઉ પૃ. ૨૮૫ માં જેનું વર્ણન આવ્યું તે કેપીટલની બરાબર સામે છે. સને ૮૦માં ટાઈટસે એ પૂરું કર્યું. એના છ માળ ગોળાકારે છે. ૧૮૮ મીટર ઉંચું છે. એમાં Plebeans સામાજિક આમવર્ગને, સ્ત્રીઓને, સેનેટરને, લડવૈયાઓને અને નાવીકોને બેસવાની જુદી જુદી જગ્યા છે. વચ્ચે Arena (મેદાન) છે. એમાં અસલ glad iators (ભલે) ની લડાઈ થતી હતી, જનાવરેની સાઠમાસ થતી હતી અને એમાં ગોઠવણ એવી સુઘટ્ટ હતી કે બધા માણસો દશ મીનિટમાં પિતપોતાની જગ્યા પર બેસી જાય અને રમત પૂરી થાય ત્યારે દશ મિનિટમાં આખું ગૃહ ખાલી કરી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy