________________
૨૯૨
- યુરેપનાં સંસ્મરણે
ઈટાલિ
રોમન કેથેલી માને છે અને તેમ પિપ તેમની પાસે મનાવે છે. જે પ્રજાને સુધરેલી માનવામાં આવે છે તેમાં આવા આવા અનેક વહેમ ચાલે છે. કેઈ માંદુ હોય તે મંદિરનું જળ લાવીને છાંટવામાં આવે છે, દાણ છંટાય છે, વિગેરે ઘણી બાબતે છે. પણ અત્ર તે અપ્રસ્તુત છે. આ સ્ટેરકેસ (દાદર) નું ચિત્ર અને તેને અંગે ચાલતી માન્યતાનું અંગ્રેજી વિવરણ મેં લઈ લીધું છે તે જરૂર વાંચવા જેવું છે. આ પ્રમાણે આ સુંદર ઐતિહાસિક શહેરને આજે પ્રથમ દિવસે જોયું. ઇતિહાસની ઘણી વાત ઇરાદાપૂર્વક લખી નથી. અમારો ગાઈડ ઘણે કાબેલ હતો તેથી તેના વર્ણનમાં મને ઘણી મજા આવતી. રેમમાં તે એટલું જોવાનું છે કે આવા કળા વૈભવવાળા દેશમાં માત્ર જોવામાં જ અમારે વખત ગયો અને અમને કાંઈ ખરીદી કરવાને જરા પણ સમય મળે નહિ,
રેમમાં બીજો દિવસ (૬-૮-૧૬) પ્રોટેસ્ટન્ટ અંગ્રેજોનું કબ્રસ્થાન, English Protestant Cemetory.
અંગ્રેજોએ ઈ. સ. ૧૮૨૫ માં આ સીમેટરી બંધાવી છે. એ બહુ જોવા લાયક છે. ઘણા અંગ્રેજો જેઓ રોમમાં ગુજરી ગયા હોય તેમનું અહીં સ્મારક છે. એમાં બે સ્મારક ખાસ ધ્યાન ખેંચે તેવા છે. શેલી (Shelley) ૧૭૮૨ માં જન્મે,૧૮૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com