________________
ઉપાદ્યાત
૧૯
સુધારવું હોય તેણે રાક સાદે અને પાષ્ટિક લે. ઓછું ખાવાથી શરીર બગડતું નથી. નિયમિત ખાવાનું તે સ્ટીમરના નિયમથી જ બની આવે છે અને તે બહુ લાભ કરનાર છે. ના. ૧-૩ અને ૭ તો છેડી દેવા યોગ્ય છે. એની જરા પણ જરૂર નથી. અને બાકીના ચાર રહે છે તેમાં જોઈ ખારાક જરૂર મળે છે. મિતાહારી થવું ખાસ જરૂરી છે. ' સી સીકનેસ ઘણુંખરું અપચાથી થાય છે. ઋતુ સારી હોયતો થતી નથી. થાયતે તેની સામા થવું. કેબીનમાં પડયા ન રહેવું. ડેક ઉપર ફરવું અને મ્યુઝીકહાલમાં બેસવું અથવા રમવું. કદાચ સીસીકનેસ થાય તે જરા પણ ગભરાવું નહિ. એ વ્યાધિ જીવલેણ કદિ થતું નથી. એકાદ દિવસ એ જરા મુંઝવે છે પણ બીજો દિવસ સારે આવવાનું છે એમ મનમાં સેક્સ માન્યા કરવું. સ્ટીમરમાં મન સ્કેશ-લીંબુમાં બરફ લીધા કર. એ પી શકાય તેવી ચીજ છે અને તંદુરસ્તીને ફાયદે કરનાર છે, સમય કેમ પસાર કર.
સ્ટીમરમાં અનેક અજાણ્યા માણસેને પરિચય થાય છે. બધાની સાથે હળવું મળવું. અંગરેજે પણ એડન છોડ્યા પછી પરિચય કરવા હાંસ રાખે છે અને હિંદુસ્થાનની નવાબી ભૂલતા જાય છે. એમની સાથે પરિચય કરવામાં વધારે જાણવા શીખવાનું મળે છે. દરેકના અનુભવ સમજવા અને વાતોમાં રસ લે. હિંદુસ્થાનમાં જેવા જેવી જગ્યાની વાતો સર્વને બહુ ગમે છે. બાકી પિતાને સર્વ સામાન્ય વિષયનું જ્ઞાન હોય તેની વાત કરવી. અમુક ધંધાની વાતે રસ ઉપજાવતી નથી એ લક્ષમાં રાખવું. જેમાં સામાન્ય જ્ઞાન અને વ્યવહારૂ બુદ્ધિ વધારે હોય છે તેમ વધારે આનંદ આપી લઇ શકાય છે. જે અતડો રહેવો આતુર હોય તેને કદિ પણ વળગતા જવું નહિ બાકી મ્યુઝીકહેલ અને ડેકચેર, રમતગમત અને જોવાનું વારંવાર બન્યા કરે છે. એટલે તેર દિવસ પસાર થતાં વખત ભારે લાગતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com