________________
ફરેન્સ
. કળાવિધાન
ક્યાંથી આવી શકે? બાકી ધરાયેલી પ્રજા એની ખરી કિમત કરે છે અને એણે કેવી કિમત કરી છે તે અહીં નજરે જોવાય છે. એ પ્રજા સુંદર ચિત્રકાર કે શિલ્પીને રાજાની પડખે સ્થાન આપે છે, એના મરણ પછી એનાં જીવનચરિત લખાય છે અને સેંકડે વર્ષો સુધી એને યાદ કરવામાં આવે છે. ચિત્રમાં રંગ કેટલો જે તેના આંકડા અહીં મૂકાતા નથી; ભાવવાહી વસ્તુની કિમત થાય છે. માઈકલ એંજેલોના એક એક ચિત્રના લાખ રૂપિયાની કિંમત થાય છે, તે જોવાની એકવાર આવડત થઈ જાય તે કિમત કરતાં આવડે.
બપોરે બે ઘડાની ગાડીઓમાં જવાનું હતું. ઠંડે કોઠે ઘેડ ચાલતા હતા. ત્રણ માઈલને એક બુલવા જેવો રસ્તે આવે છે. તેની પહેલાં મેડિચિ કુટુંબની દાટવાની જગ્યા આવી. એનું પણ અજબ કામ છે. દશ લાખ પાઉન્ડ ખરચ્યા છતાં અધુરું રહ્યું છે.
એમાં રાત અને દિવસ (Night & Day)નું સજીવારાપણ (personification) બહુ મજાનું છે, એમાં ખરે ભાવ આર્યો છે. તેની સામે ઉષા અને સંધ્યા (Dawn & Twilight) પણ ખરેખર જોવા લાયક છે. આ બધાં આરસનાં પુતળાં છે. એ પુતળાં માઈકલ જેલનાં બનાવેલાં છે.
વિલાડી કેલીને રસ્તે ત્રણ માઈલ ચાલ્યા ત્યાં માઈકલ જેલેને સ્કવેર (ગામ) આવ્યા. તેમાં વચ્ચે એજેલનું મોટું બાવલું મૂકયું છે. ત્યાંથી નદી, શહેરના દેખાવ જોવા લાયક છે. એને promanade પ્રેમાનાડ કહે છે. આ જગ્યાએથી આખા ફરેન્સનું દશ્ય ઘણું રમણીય દેખાય છે. એ દેખાવને “પેનેરામા' કહે છે.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com