________________
કેમે
કાંઈક પાર્વાત્ય રસથી વાત કરી. એ ધર્મમાં ઘણા આસ્તિક હતા અને હિંદવાસીઓ માટે એને ઘણું માન હતું. એ પિતે ચાલી ચલાવીને અમારી પાસે આવ્યા અને જાણે ઘણું જૂના મિત્ર હેય એમ વાત કરવા લાગ્યા. એની સ્ત્રી પણ ૭૦ વર્ષની ડેસી હતી. મહાત્મા ગાંધીજી માટે એણે ઘણું વાચેલું તે કહ્યું અને ઘણું વાત પૂછી. અમારી વાતમાં એને રસ ઘણો પડે અને બધા મુસાફરે અમારી વાત સાંભળી રહ્યા. બધાને પણ ઓછો વધતો રસ પડે. એણે ન્યુર્કના કાયદાની ઘણી વાત કરી અને મેં હિંદુસ્થાનના કાયદાની વાત કરી. બે કલાકમાં અનેક વાત કરી. પિતે નાના બાળકને ધર્મને ઉપદેશ કઈ રીતે આપે છે તેની નાની નાની વાર્તાઓ કહી, મૂર્તિપૂજા ઉપર ચર્ચા કરી અને જ્યારે મેં એમના Cenataph અને કથીલેમાં મૂર્તિપૂજા જ છે એમ કહ્યું ત્યારે તે જરા ક્યા, પણ પછી એણે મૂર્તિપૂજાની ભાવના સમજ્યા પછી એની આવશ્યક્તા સ્વીકારી.
ચારે તરફ દશ્યથી ભરપૂર સરોવર હતું. નાનાં નાનાં ગામે આવતાં જાય તેની રચના, તેની શેભા અને તેના સુડ મકાનને. દેખાવ આહલાદજનક હતા. ઇટાલીઅન લેકે કુદરતના સાંદર્યના અને કળાના ભક્તા છે. પર્વત નીચે અને સરેવર ઉપર ગામ બાંધવામાં કળાને અને કુદરતને કે સુંદર બેગ કર્યો છે તે પ્રત્યક્ષ દેખાયું. દરેક ગામની આગળ વનસ્પતિ નવપલ્લવ ખીલી રહેલી દેખાય અને એની મનને મોહ પમાડનારી રચના સરેવરની શોભામાં વૃદ્ધિ કરે. કેટલાંક મકાને નવીન ઢબનાં અને કેટલાંક આપણા ગામડાના મકાને જેવાં હોય છે. સરોવરમાંથી એ સર્વેને દેખાવ ઘણો સારો લાગે છે. સ્ટેશને એવાં સારાં રાખેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com