________________
૨૪
યુરેપનાં સંસ્મરણે
સ્વીટઝરલાંડ
અમેરિકાની પણ ઘણું વાત કરી. જર્મન હતું તે જર્મનીની વાત કરતો હતો અને પેલી છડીએને જર્મન આવડતું હોવાથી તે અમને સમજાવતી હતી.
લુગે જતાં વચ્ચે એક બહુ માલિની સેંટ ગાથા (St. Gotthard.) ટનલ આવી. ૧૧ વર્ષ સુધી એને બના વવાનું કામ ચાલ્યું હતું એમ કહેવાય છે. એ ટનલ પસાર કરતાં ૧૬ મીનિટ થાય છે. એને બાંધતાં ત્રણ કરોડ રૂપીઆને ખર્ચ થયે છે. આ ટનલમાં દાખલ થતાં ૩૬૫૦ ફીટની ઊંચાઈએ હતાં ત્યાંથી એકદમ ૮૦૦ ફીટ સુધી નીચે આવી ગયા. ટનલમાં પેસતાં વરસદ ધુમસ જે અમે લ્યુસમાં પેઠા ત્યારથી સાથે જ હતા તે એકદમ બંધ થઈ ગયાં અને વરસાદ જાણે જરા પણ આવેલેજ નહિ હોય એમ જમીન પણ કહેતી હતી. નવ દશ માઇલની ટનલ એટલે શું? એટલી લાંબી ટનલ એ પણ એક અજાયબીજ છે. - તડકે દેખા, પ્રકાશ થશે અને બધા પેસેંજર એક સાથે આનંદની બૂમો પાડવા લાગ્યા. જાણે ઈદગીમાં આજેજ પ્રથમ સૂર્યને જોતા હોઈએ એવા ઉત્સાહમાં સર્વે આવી ગયા. પછી તે ચારે તરફ લીલે પ્રદેશ, ખળખળતા શાંત ઝરા અને સર્વ ઉતારૂઓનાં મુખપર આનદત્સાહ જોતાં આગળ વધ્યા. ટ્રેન આગળ વધ્યે જતી હતી અને તેની સાથે અમે પણ આગળ વધતા હતા. એવા આનંદમાં અનેક ખળખળતા ઝરાઓ નીહાળતાં આગળ ચાલ્યા અને સૃષ્ટિસૈાંદર્ય પણ વધતું ચાલ્યું.
૧૨-૩૪ બપોરે યુગેને પહોંચ્યા. લ્યુનેને સરેવરને કાંઠે એજ નામનું નાનું શહેર છે. એમાં હટેલે ઘણું સારી છે. અમે હેટેલ બ્રીસ્ટલ (Hotel Bristol) માં ઉતર્યા. એ ઊંચા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com