________________
ઈન્ટરલોકન
સ્વીસ હોટેલે
૨૩૫
(proprietor) વારંવાર ખબર પૂછે અને કોઈ પણ પ્રકારની અગવડ હેય તે જણાવવા વિનતિ કરે. આપણે બહાર જવું હોય તે બીજે માણસ જતાં આવતાં છત્રી ધરી રાખે. જીનેવ, મેંગે, ઇન્ટરલાકન અને લુસની હોટેલના અનુભવ કર્યા પછી આ લખ્યું છે. ઇટલીમાં કેમ છે તે આગળ અનુભવે જણાશે.
સ્વીટઝરલાંડમાં સેંકડો-હજારો હેલો છે. દરેકના ભાવનું ટેરીફ છાપેલ હોય છે. એથી વધારે લઈ શકાય નહિ. હેટેલને ચાર્જ એટલે રહેવાની જગ્યા અને ખાવાનું. એ ઉપરાંત કાંઈ જોઈએ તે બીલ થાય. યુરોપ અને અમેરીકનેને તે દારૂનું મેટું બીલ થાય, તે તે અમારે સવાલ જ નહોતે.
સ્વીટઝરલાંડની હેલે ખરચાળ વધારે છે, ખાસ કરીને ટુંકા વખત માટે રહેવું હોય તેને આકરી પડે તેવી છે. પણ કોઈને માત્ર બેરડીંગ હાઉસમાં જ જવું હોય તે તે માટે Pen siones હેાય છે. એ પેન્સી એટલે ખાવાપીવાની જગ્યા. બહુ સાધારણ ફીથી રહેવું હોય તે તેમાં રહી શકાય છે. એમાં પણ અમુક સગવડ તે મળે છે. બાકી સારી હોટેલમાં રહે તેને વધારે સગવડ મળે છે. પહેલી વખત આવનારે બે બાબત કરવી જરૂરી લાગે છે; એક તે કુક કે એવી કઈ એજન્સી મારફત આખી ટુર ગોઠવવી અને બનતા સુધી તદન એકલા ન આવવું. બે જણ સાથે હોય ત્યારે સગવડ ઘણું પડે છે. આપણે જે વિચારે મનમાં કરતાં હોઈએ તે બીજાની પાસે બેસવાથી સ્પષ્ટ થાય છે અને અરસ્પર ટેકો રહે છે. વળી એક જણ તપાસ કરવા જાય તે બીજો સામાન સંભાળી શકે છે. ખાસ કરીને તબીઅત સહજ બગડે તે એક બીજાને અરસ્પર આધાર રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com