________________
ઈ-ટલાકને
૨૨૯
છે. એને અર્થ nothing but springs ઝરાએ સિવાય બીજું કાઈ નહિ; અથવા વસંત ઋતુ સિવાય બીજું કાંઈ નહિ. અનેક ઝરણામાં આ ગાળી બહુ લીલી સુવાસિત અને કુદરતને મહેસવા દેખાડનારી છે.
અહીં ગાડી બદલી આગળ ચાલ્યા. ગાડી “ફેનીકયુલર” અગાઉ વર્ણવી છે તેવી પણ વીજળીથી ચાલતી હતી. અનેક ઝરાઓ નિર્ઝરણાઓને મૂકી આગળ ચાલ્યા. વેન્સન આ૫. દરેક સ્થળે હોટેલ અને મકાને સુંદર, સ્ટેશને ઘણાં સારાં. આખરે શેડેગ પહોંચ્યા. એ ૬૭૭૦ ફીટ ઊંચું છે. (ટાઈમ ૧૦-૫૭ સવારે.) ત્યાંથી ફરીવાર ગાડી બદલી. -
ત્યાંથી થોડે દૂર ગયા. ઊંચું ગફાઉનું હિમાચ્છાદિત શિખર જોયું. એના ઉપર સને ૧૮૧૧ સુધી કેઈ ગયું નહતું. પ્રથમ એક માણસ ઘણી મુશીબતે જઈ આવ્યું. સ્વીસ લકોએ એ આખા બરફના ગ્લેશીઅરની અંદર રેલવે બાંધી છે. રેલવેની આખી અલની ઉપર અને ચારે તરફ બરફ. ગાડી ઘણું મજાની. ફી ૪૦ ફાંક (સ્વીસ ફક એક પાઉન્ડના ૨૫ મળે છે). એ ગાડી શેડેગથી ગાઉ પોંચતાં ક. ૧-૧૦ લે છે. આખી ગાડી ટનલ-બુગમાંજ ચાલે છે, એમાં વચ્ચે ત્રણ સ્ટેશન આવે છે, ઉતરીને જોઈએ તો કાચની બારીમાંથી ચકચક્તા શેશીઅર-બરફના ડુંગરા દેખાય. સવારે ૧૧-૫ નીકળી ગેંગફાઉ બરાબર ૧૨ -૧૫ મિનિટે પહોંચ્યા.
મેંગકૃાઉ. ૧૧૩૪૦ ફીટ ઊંચું છે. ઉપર Hotel Berghaus હેલ બરઘાઉસમાં ખાવા પીવાની બધી સગવડ છે અને અમારી પાસે કુકને જમવાને પાસ હતું એટલે પ્રથમ જરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com