________________
ઈન્ટરલોકન એ સાવ વચ્ચે રર૩ લાગી જાય છે. તેની ભાષા ન સમજાય તે ઉપાય નહિ, બાકી મુસાફરી પૂરત સંબંધ તે બહુ જલ્દી થઈ જાય છે. આવી રીતે અનેક પ્રસંગોએ ઘણી વાત જાણવા સમજવાની મળી આવે છે.
ઈન્ટરલાન, આખા સ્વીટઝરલાંડના મધ્ય પ્રદેશમાં આવેલ નાનું ગામ છે અને સ્વીટઝરલાંડ આવનાર દરેક સહેલાણી મુસાફર અહીં આવ્યા વગર રહેતું નથી. મેં મુંબઈથી નીકળ્યા પછી તુરતમાંજ સ્ટીમરમાં એના પ્રદેશનું વર્ણન સાંભળી લખી લીધું હતું એટલે ત્યાં જવા ખાસ મનોરથ પ્રથમથી હતું, પણ આજે વાદળાં વરસાદ આવતી કાલની મજા ભૂલાવી દેશે એ ભય હતે. એનું તે જે થાય તે ખરું.
ઈન્ટરલાકન એટલે સરોવરની વચ્ચે. inter=વચ્ચે lakes સરોવર. બે મોટાં જબરાં સરોવરની વચ્ચે એ ગામ આવેલું છે. એની વસ્તી આઠ હજાર માણસની છે. પણ હટેલની હારમાળા લગભગ ત્રણ માઈલની છે. એનાં સંદર્ય અને સગવડને પાર નથી. એક એક હોટલ ૮૦૦ માણસની સગવડ કરે તેવી હોય છે અને અનેક દરજજાની છે. સરોવરને પ્રદેશ જોતાં સરેવરને કાંઠે કઠે ટેન ધમ ધમ ચાલતી હતી. આજે સરેવર પણ કલે ચઢેલ હતું. સાંજે સવા છ વાગે ઈન્ટરલોકનનું બાહનેફ (Bahnhof-ટુંકામાં Bhf.) સ્ટેશન છે ત્યાં ઉતર્યા. કુકની ટાઈપના લગભગ ચાલીશ ટોપીવાળા ઊભા હતા. અમે કુકના માણસને શોધી માલ બતાવી તેને તેને હવાલો આપી હોટેલમાં ગયા.
અમે બો રિવાઝ ગાંડ હોટેલ (Beau Rivage Grand Hotel)માં ઉતર્યા. એ ઘણું મટી ફર્સ્ટ કલાસ હેટેલ છે. રીતસર ખબર આપી શાકભાજી માટે સૂચના કરી ખાઈ પી
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com