________________
ચુરાપનાં સંસ્મરણા
સ્વીટઝરલાંડ
અહીં એક દેવળ-કેથીડ્રલ સારૂં છે, તેનું નામ St.Pierre છે. હજુ ઘણાં કૈથીલા જોવાનાં છે તેથી તેનું વર્ણન લખવું ખીનજરૂરી છે. એ Romanasque cathedral છે, અંદરનું ચેપલ Chapell ગોથીક સ્ટાઈલ પર છે. સાધારણ રીતે સારૂં છે.
૨૧૦
નાની મોટી બીજી કેટલીક ચીજો જોઇ, જીનેવનું ભુજાર પણુ જોયું.
અહીં એક સુંદર પર્વત છે તે જોવા બપોરે ગયા. એનું નામ Petit Saleve and Grand Saleve છે. બન્નેની ઊંચાઈ અનુક્રમે ૨૯૫૦ અને ૪ર૯૦ ફીટ કહેવાય છે. ટ્રામમાં એસી ત્રણ માઇલ જઇએ ત્યાં એ પર્વત આવે છે. વચ્ચે ફ્રેંચ સર હદ આવે છે એટલે વળી પાસપોર્ટ બતાવવાના વિધિ કરવા પડે છે. એ પર્વત ઉપર phonicular Railway જાવ છે. એ ગાડી વીજળીથી ચાલે છે. એના એ પાટા વચ્ચે આવા અર્ધ ચંદ્રાકાર કટ કરેલ એક પાર્ટી હોય છે તેના ઉપર એક એવી રીતે લાગે છે કે ગાડીને પાછી હઠવા ન દે અને એ રીતે એ ગાડી આગળ ચાલે છે. આવી ફેનીક્યુલર રેલવે ઘણી છે તેથી તેનું વર્ણન ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ ‘સાલીવ’નાં એ શિખરેાની વચ્ચે મેનીટીઅર (Mounetier) ની ખીણ છે. ગાડી ધીમી ગતિએ ઉપર ચઢે છે. ઉપર ચઢયા પછી જીતેવ સરેશવર્ આખુ દેખાય છે, જીનેવ પણ દેખાય છે અને એરાપ્લે નમાંથી જીનેવ કેવું લાગતું હશે તેને ખ્યાલ આવે છે. આ બન્ને ટેકરી ફ્રેન્ચ લોકોના તાબામાં છે. અમે ત્યાં ગયા ત્યારે ઉપર એક એરોપ્લેન ઉડતું દેખાયું હતું. બાઈનેગ્યુલરથી ચારે તરફના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com