________________
પેરિસ
વરસાઈલના મહેલ
૧૯૯
પૂર્વક ચાલ્યું જાય અને ઉપરથી પડે ત્યારે અવનવા આકારે પડે. આખા દેખાવ સુરમ્ય, મધુર, શાંત અને અવનવા હાઈ મનુષ્યગતિમાં દેવગતિનું ભાન કરાવે તેવા છે એવું લખવામાં જરા પણ અતિશયાક્તિ નથી.
વરસાઈલના પાદશાહી મહેલ (State Apartments) ખરેખર ભવ્ય છે અને અનેક ઐતિહાસિક બનાવાથી ભરપૂર છે. તેટલીજ મહત્વની ‘ ગેલેરીઆ ડે ગ્લાસીઝ ' છે. એનું કદ ૨૪૦’૪૩પ' ×ીટ છે અને ઊંચાઇ ૪૨ ફીટ છે. ૧૮૭૧ ના ૧૮ મી જાન્યુઆરીને રાજ આ સ્થાનપર વીલિયમ ઍક બુશીઆને
*
શહેનશાહ ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને છેલ્લા મહાવિગ્રહને અંતે એજ સ્થાને ૨૮ મી જુન ૧૯૧૯ તે
:
રાજ ઇતિહાસપ્રસિદ્ વરસાઈલનું તહનામું '(Treaty of Versailles) તૈયાર થયું તે પર સહી કરવામાં આવી હતી. વરસાઈલથી પાછા વળતાં સાં લુ (St, Cloud) જરૂર જવા જેવું છે. એની સામેના હરિયાળા પ્રદેશ મનમેાહક છે. બાજુમાં સેત્રમાં ચીનીકામ જોવા જેવું છે. વરસાલ માટે કેપખેલનું પુસ્તક - વરસાઈલ એન્ડ એલ એબાઉટ ઈટ' જોઇ જવા જેવું છે. આપણે એના ઉચ્ચાર ‘વસેલ્સ’ કરીએ છીએ તે સાચા નથી. ટ્રેડામનું દેવળ.
આ મોટું દેવળ ધણું ભવ્ય છે. એમાં રવિવારે પ્રાર્થના થાય છે. (જાએ પૃ. ૮૦). અમે બપારે ગયા ત્યારે સંગીત સાથે પ્રાર્થના થતી હતી. એની શાંતિ અને દેવસ્થાનનું ગાંભીર્ય જોઇએ તા કલ્પના થાકી જાય. હજારા લાકા હાજર છતાં અવાજ નહિ, ઊભા થવાનું હોય ત્યારે બધા ઊભા થાય, ચહેરા પર વિશિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com