________________
લંડન
લંડન સંબંધી સામાન્ય
લંડનમાં ખાવા પીવાનાં રેસ્ટોરાં પાર વગરનાં છે અને દરેક લતામાં છે. બપોરનું લંચ લેવા પિતાના સ્થાન પર જવાનું બનવું મુશ્કેલ છે. સારા લાયનના કે એ. બી. સી. ના રેસ્ટોરાંમાં ખાઈ લેવું.
- લંડનથી એકાદ શનિવારે કે રવિવારે, બાઈટન જેવા બંદરે જરૂર જઈ આવવું. એ જીવન અવનવું તે એક વખત જરૂર જોવા લાયક છે. કામકાજ કરનારા માણસો રવિવાર કેવી રીતે ગાળે છે તે જરૂર અભ્યાસ કરીને જોવા લાયક છે. આઈલ એક વાઈટ, મારગેટ વિગેરે બંદરનાં સ્થાને ઘણું જોવા અને રહેવા લાયક છે. એની ગાઈડ બુક વિના મૂલ્ય થોમસ કુકને ત્યાં મળે છે. આ સર્વ ઉહાળાનાં સ્થળો છે; શિયાળામાં ત્યાં જવું આકરું છે અને ત્યાં લોકોની હાજરી અને બીજા આકર્ષક તો પણ હેતાં નથી. શિયાળામાં લોકો ફાન્સના રીવીયેરાના વિભાગમાં અથવા ઈટાલીઅન રીવીયેરમાં જાય છે. ફ્રાન્સની ઉત્તરે અને પશ્ચિમે પણ ડેવલ વિગેરે ઉહાળાનાં સ્થળો છે તે પણ એકાદ વખત જરૂર જોવા લાયક છે.
લંડનની ગાઇડ બુક ઘણું આવે છે. થેમસ ફકની ઓછી કિમતની સારી છે. સંપૂર્ણ વિગતવાળી ગાઈડ બુકો મરે (Murray) ની ૧૨ શિ. બેડેકર (Baedekar's) ૧૨ શિ. અથવા મ્યુરહેડની (Muirheads) ૧ર શિલીંગની મળે છે.
લંડનથી એકાદ વખત ટેમ્સ નદીમાં નાની સ્ટીમરમાં ફરવા જવા જેવું છે. એમાં ગ્રીનીચ સુધી અથવા ચેલસી સુધી જવામાં એક જુદા જ પ્રકારના જીવનનો ખ્યાલ આવે છે અને પાર્લામેન્ટના હાઉસને બીજી બાજુનો દેખાવ સ્ટીમરમાંથીજ જોઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com