________________
લંડન
પાર્લામેન્ટ
૧૮૭
લંડન-પ્રકીર્ણ,
લંડનમાં કેટલુંક ખાસ જોવા લાયક છે તે આ દિવસમાં જોયું. પાર્લામેન્ટ
હાઉસ ઓફ કોમન્સમાં પ્રેક્ષક તરીકે દાખલ થવા માટે પાસ મેળવવો પડે છે. કામ ચાલતું હોય ત્યારે જવા માટે ઈડીઆ ઓફિસમાંથી પાસ મેળવી શકાય છે અથવા કોઈ મેંબર સાથે ઓળખાણ હોય તે તે મેળવી આપે છે. મેંબરે ઘણું અને બેસવાની જગ્યા થોડી એટલે ચીઠ્ઠી નાખી અમુક મેંબરને અમુક દિવસ માટે બે પાસ મળે છે. પાસ લઈને જઈએ ત્યારે પ્રથમ
યુમાં–હરોળમાં બે વખત બેસવું પડે. બપોરે સાડા ત્રણ વાગે દાખલ કરે. અંદર પાસ તપાસે. બાજુની ગેલેરીમાં થઈ ઉપર ચઢવાનું. ઉપર પાછું ધુમાં ઊભા રહેવું પડે. દરેકને ત્યાં રાખેલ રજીસ્ટરમાં સહી કરવાની હોય છે અને પિતાનું લંડનનું ઠેકાણું લખી આપવું પડે છે. મેટા અક્ષરે બેડ મારેલું હેય છે કે demonstrations by visitors are prohibited 1H31A કોઈ જાતના દેખા-ચેનચાળા કરવાની મનાઈ છે. અમુક તકરાર સવાલ ચર્ચા હેય ત્યારે કોઈ જાતના અવાજ થાય નહિ એ ઉદ્દેશથી આ હુકમ થયે લાગે છે.
એક એક વિઝિટર સહી કરી દાખલ થતું જાય તેમ કયુમાં આપણે આગળ વધતા જઈએ. સહી કર્યા પછી લાંબી ગેલેરીમાં જવાય છે. અંદર સુંદર બાંકડાઓ ઉપર ચામડાની ગાદી ઘણી સારી મઢેલી હોય છે. ઉપર બેસી પાર્લામેન્ટનું કામ જેવાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com