________________
હેન્ડન Royal Air Force Display બાદશાહી વાયુયાન દર્શન. * તા. ૩-૭–૨૬ ને રોજ હેનડન ઉપર એરોપ્લેનના-વિમાનેના સંબંધમાં ચાલુ વર્ષમાં કેટલી પ્રગતિ થઈ છે તે જાહેર પ્રજાને બતાવવાનું કાર્ય કરવા માટે જલસે હતે. એ જલસામાં દોઢ લાખ માણસો બેસે તેવી સગવડ કરી હતી. ફી બે, પાંચ અને દશ શિલીંગ રાખી હતી. ચારે તરફથી જાળી કરી લઈ અંદર અનેક એરોપ્લેન (વિમાનો) ગોઠવ્યાં હતાં.
હેન્ડનનું સ્ટેશન લંડનના મધ્યભાગથી લગભગ ૨૫ માઈલ દૂર છે. ત્યાં અંડરગ્રાઉન્ડ અને બસ જાય છે. સેંકડો લોકો ત્યાં જતા હતા. મેં ઘણું દિવસ અગાઉથી જલસાની ટીકિટ ખરીદી હતી. આજે સદ્ભાગ્યે ઉઘાડ અને તડકો હતા, નહિ તે લીધેલી ટીકિટ નકામી થાત.
હજારો લોકો માટે બધી સગવડ હતી. પિલીસને બંદે બસ્ત ઘણે સારો હતે. એટલા લેકે આવે તેને માટે ખાવાનાં રેસ્ટોરાં વિગેરે સગવડે હમેશ મુજબ બહુ ઊંચા પ્રકારની કરેલી હતી.
તમાસ (દેખાવ કરવાનો કાર્યક્રમ) બાર વાગ્યે શરૂ થવાનો હતે તેથી સારી જગ્યા લેવા અમે વહેલા ગયા હતા. છેટા હાજરી કરીને ગયા હતા. અહીં બ્રેકફાસ્ટ બહુ સારો લેવાય છે. એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com