________________
મારગેટ
દરિયા કાંઠે મેજ
૧૬૩
ત્યાંથી આગળ જતાં બીચ પૂરી થઈ અને બાંધેલો દરિયે આવ્યો. તેમાં લગભગ ૪૦૦ ફીટ અંદર પાયર Pier કરી છે. તે દરિયાપર બાંધેલે પૂલને રસ્તો છે. તેમાં ટ્રામ પણ જઈ શકે. તે પૂરી થવા આવે તેની અંદર જવાની ફી-ર પિની છે. અંદર ફી ખરચી સેંકડે લેકે આવેલા હતા. વચ્ચે મજાનું બેન્ડ વાગે અને પડખે સારું રેસ્ટોરાં આવેલું છે ત્યાં ખાવા પીવાનું મળે. દરિયાપર હવા ખાવામાં મજા એરજ છે. સેંકડો લેકે આનદથી ફરે અને જેને સાંભળવું હોય તે બેન્ડ સાંભળે. આ પાયરની રચના અને તેમાં આવેલા સેંકડો લોકોને આનંદ નિહાળવા જેવો છે. પાયરમાંથી આખું ગામ દેખાય છે. ત્યાં સેંકડે હોટેલ છે. એક રાત રહેવું હોય તે સુવાના દશ શિલીંગ પડે છે. ઘણા માણસે અહીં દિવસો સુધી રહે છે અને વીકએન્ડ-શનિ રવિવારે તે ઘણે મે મેળે થાય છે. વરસાદ ન હોવાથી આખો દેખાવ ઘણે રમણીય લાગતું હતું. લોકોને દેખાવ તંદુરસ્તીથી ભરપૂર અને ચહેરા આનંદમય લાગતા હતા. અહીં કેઇના ચહેરામાં ફીકાશ તે દેખાતી જ નથી. આપણે જેને ખુબસુરત મુખાકૃતિ કહીએ તે ઇંગ્લંડમાં લગભગ છેજ નહિ, હેય તે બહુજ થોડી છે; પણ તેઓમાં તંદુરસ્તી ઘણી દેખાય છે. અંગરેજ સ્ત્રીઓના પગ થાંભલા જેવા હોય છે અને ઘણા મજબૂત દેખાય છે. (અંગ્રેજ સ્ત્રીઓ રભેરૂ થોડી પણ સ્તરૂ વિશેષ હોય છે.)
ઉપરાંત એ પાયરમાં ફેટે પડાવી શકાય, ચિત્ર કરાવી (હાથનું ઈગ કરાવી) શકાય અને કેટલાક સ્ટોલે છે તેમાં નસીબ જેવું હોય તે તે પણ અજમાવી શકાય. એક પેની નાંખીએ એટલે નસીબને લખેલ ટીકિટ જે કાગળ નીકળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com