________________
ઓકસફર્ડ સરસ્વતીને પ્રજાને ૧૫૭ રાખે છે. મોટામાં મેટી કલેજ ક્રાઇસ્ટ ચર્ચ કોલેજ Christ Church College) છે. તેને quadrangle અંદરનો ચેક ઘણો વિશાળ છે. તે ઉપરાંત જૂનામાં જૂની કલેજે બીજી પણ. છે. Oriel એરીઅલ કોલેજમાં રાજાઓ અને ખાનદાનના નબીરાઓ આવે છે અને ખર્ચ પણ તે પ્રમાણમાં જ આવે છે. તે ઉપરાંત All souls College, Trinity College, University College, Brasenose College, Corpus Christe College, New College, St. Hughes College, Queen's College, Magdelen College, વિગેરે ઘણુ કેલે છે. કુલ રર છે. મેં ઘણીખરી કોલેજ જોઈ પણ અત્યારે તે વિધાર્થીઓ વગરની હતી. બધા હાજર હોય ત્યારે આવવાનું થયું હોત તે વધારે જોવાનું બની શકત. અહીં College એટલે રહેવા ખાવાની જગ્યા એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. લાઇબ્રેરી
એક બેડલીન લાઈબ્રેરી નામની Oxford માં લાઇબ્રેરી છે. તેમાં એટલાં પુસ્તકો છે કે તેના વેસ્ટર ડીકશનેરી જેવડાં, એથી ઝેડ સુધીના, લીસ્ટનાં ૪ર વેલ્યુમ છે. કહે છે કે આખી દુનિયામાં બ્રીટિશ મ્યુઝીઅમથી બીજે નંબરે આ લાઈબ્રેરી છે. અગાઉથી પરવાનગી મેળવી ત્યાં વાંચવા જઈ શકાય છે, પુસ્તકનું નામ નંબર આપે તે લાવી આપે છે, પુસ્તક ઘરે લઈ જઈ શકાતું નથી. એ લાઈબ્રેરી જોઈએ ત્યારે સરસ્વતીને પ્રજાને કેટલે મોટે છે તેને સહજ ખ્યાલ આવે એમ છે. વાંચવા માટે લાઇબ્રેરીથી જરા દર સામે એક મોટે વિશાળ હોલ છે. જોવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com