________________
ઓકસફર્ડ
વિદ્યાનું વાતાવરણ
૧૫૧’
પૂછતાં જણાયું કે બીજી ગાડી આવતાં સુધી ૧૫ કલાક બેસી રહેવું પડશે. એકસફર્ડ જવાની ફાટ ગાડી તે હું જોઈ રહ્યા ને ચાલી ગઈ અને મારે મિત્ર મળશે નહિ તા મને ભારે અગવડ થશે એમ ચિંતા કરતા ડીડકટ સ્ટેશને વેઇટીંગરૂમમાં બેઠો. સ્ટ્રેન્ડ મેગેઝીન ખરીદી ખેચાર વાર્તાઓ ઉપર નજર નાખી ગયા. ૧૧–૪પ ની ગાડી મળી, તેમાં બેસીને ઓકસફર્ડ પહોંચ્યા. સામે આવનાર આટલા વખત કાંઈ બેસી રહે નહિ એમ ધારી સ્ટેશન બહાર નીકળી ગયા. તેનું ઠેકાણું મારી પાસે હતું તેથી ગાડી કરી સીધા તેને ત્યાં ગયા. તેની રહેવાની જગ્યા સ્ટેશનથી ચાર માઇલ દૂર હતી. ત્યાં જઈને પૂછ્યું તે ધરની માલિકે કહ્યું કે તમારા મિત્ર તા તમને લેવા સ્ટેશને ગયા છે, હજી આવ્યા નથી. ત્યારે મે કરેલી બીજી ભૂલ ધ્યાનમાં આવી.
પા કલાક રાહ જોઈ એટલામાં તે મિત્ર આવ્યા. તે સ્ટે શને રાહ જોતાં એ ગાડી આવી ગઇ ત્યાંસુધી એસી રહેલા હતા. આખરે મળ્યા એટલે આનદ થયા.
ખાનગી વાસગૃહા. ’ મારા એ મિત્રના નિવાસ એક ખાનગી ગૃહમાં હતા. એકસફર્ડ યુનિવર્સિટિને અંગે એવા ખાનગી આબરૂદાર ધરાનું લીસ્ટ રાખવામાં આવે છે અને (યુનિવર્સિટિ) જે ધરામાં રહેવાની રજા આપે તે ઘેર જ વિધાર્થીથી રહી શકાય છે. કાઈ લેન્ડલેડી બરાબર સંભાળ ન રાખતી હાય અને તેને વિષે રિયાદ જાય તે। પછી તેનું ધર નામાવિલમાંથી કાઢી નાંખવામાં આવે છે અને તેને ત્યાં કાઈ વિદ્યાર્થી જઈ શકતા નથી. આવાં ખાનગી ગૃહેામાં વિદ્યાર્થીને રહેવા સારૂ એ આા આપવામાં આવે છે, જેમાં એકના ઉપયોગ સુવા માટે અને બીજાના
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com