________________
લંડન પિડીગ્ટન લક
૧૪૫ વખતમાં જીદગી વધારવાનાં બાહ્ય સાધનને પૂરતો લાભ લે એ એમનું જીવનસૂત્ર છે. અત્યારે ઉનાળો હતો એટલે આખી કુદરત હસી રહી હોય એમ દેખાતું હતું. અમને પાંચસેક હેડીઓ આવાં યુગળની મળી હશે અને સર્વના આનંદી ચહેરા જોઈ અમને જોવાની ઘણુ મજા આવતી હતી.
રસ્તા ઉપર અનેક હોટેલો અને હેડીઓ ભાડે લેવાની જગ્યા પણ આવે. એમ કરતાં અમે કીંગ્ટન નજીક આવ્યા. ત્યાંથી રીચમંડ જતાં ઢોળાવ જબરે આવે છે તેથી ત્યાં બેટને સંભાળથી લેવી પડે છે. બેટ એક બંધ પાસે આવી અંદર ગઈ, પછી ઊભી રહી. ધીમે ધીમે બધું પાણી ખલાસ કરી તેને છે ફીટ ઉતારી દીધી. પછી સામેનું બારણું ખોલ્યું એટલે બાટ નવી નીચી સપાટી પર આવી. આને Peddington lock કહેવામાં આવે છે. જે ધેરણ ઉપર પનામા કેનલ બાંધી છે તેને પ્રીન્સીપલ નજરે જોયો. સ્ટીમર ચઢીઉતરી શકે નહિ પણ દરવાજા બંધ કરી, પણ એકજ લેવલ રાખે છે. તે ધરણે કામ લઈ સાયન્સના જ્ઞાનને લાભ લેવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કળા વિભાગ બહુ જોવા જેવો લાગે. વખત હોય તે ટેમ્સ નદીમાં
એક વખત જરૂર જવા જેવું છે. કેટલીક સરવસ તે વેસ્ટમેન્ટરથી માંડીને હેપ્પનકોર્ટ સુધીની પણ હોય છે. આખે રસ્તે અનેક નાની બોટ બલાડીઓ અને મછવા સામે મળ્યા જ કરે અને બને બાજુને રસ્તે કુદરત અને મનુષ્યકૃતિથી ઘણો સુંદર લાગે. જીવતી કવિતા અહીં જોઈ શકાય છે, સ્થળ ઊંચા પ્રકારનું સુખ કેવું હોઈ શકે તેને અહીં ખ્યાલ થાય છે અને સ્વર્ગીય સ્થૂળ સુખની ઝાંખી થાય છે. અહીં અધ્યાત્મને અવકાશ જ નથી,
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com