________________
૧૪
યુરેપનાં સંસ્મરણે ઈગ્લાંડ અંડરગ્રાઉન્ડમાં ત્યાં જવાય છે. એ સ્થાન Sydenham ના નામે ઓળખાય છે. એ પેલેસમાં અમે બસમાં ગયા હતા. રસ્તે નાના નાના એક સરખા બંગલાની હારે આવી રહેલી છે. આ બંગલા તે લંડનની કંકી લાઈફ છે. એ બહુ સુંદર અને એક સરખા દેખાવવાળા હોય છે. અંદર જઈએ તો પ્રથમ નાનો સુંદર બગિચે, દાખલ થતાં એક સારો ડ્રોઈગ રૂમ, રસોડું અને સ્ટોર રૂમ, બાજુમાં નેકરને રહેવાની જગ્યા, ઉપર બે સુવાના રૂમ, નીચે ઉપર પાયખાના, એક બાળકને સુવાને રૂમ, એ સર્વ સગવડવાળા બંગલાનું ભાડું દર અઠવાડિયે બેથી ત્રણ ગીની હોય છે. પછવાડે સારે બગિચે હોય છે. બીલ્ડીંગ સોસાયટી એવા બંગલા બાંધે છે. દરેક બગલાને સડક હોય છે. વચ્ચે ચાર પાંચ ટેનીસકર્ટ અને ક્રીકેટ ગ્રાઉન્ડ તથા મેટે બગિચે હોય છે. રહેવાનું બહુ સુંદર અને વીજળી, ગેસ અને પાણી તથા ગટરની પૂરતી સગવડ હોય છે. ગરમ પાણી માટે દરેક બંગલામાં સગવડ હોય છે. અહીંની હવા તદ્દન સ્વચ્છ હોય છે અને બધા બગલા ભરેલા હોય છે. પિતાને બગલે પણ નંબર વગર જડે નહિ એટલા એકસરખા દેખાવમાં હોય છે. લંડનની કટ્રી લાઈફ ઘણી વખણાય છે. ચારે તરફ શાંતિનું સામ્રાજ્ય હાય છે અને દરેક ઘરમાં પિયાને જરૂર હોય છે. ક્રીસ્ટલ પેલેસ. (Crystal palace).
આવા અનેક બંગલા વટાવી અમે સીડનહામમાં આવેલા ક્રીસ્ટલ પેલેસ આગળ આવી પહોંચ્યા. એની બાંધણીમાં માત્ર કાચ અને લોઢાને ઉપયોગ કર્યો છે. બંગલો ઘણો ઉંચે અને મેટ છે. અંદર પાંચ હજાર માણસ બેસે એવો કોન્સર્ટ હેલ છે અને ચારે તરફ સજાનાં પુતળાં અને ચિત્રો છે. ગુરૂવારે ઘણા વિદ્યાર્થીઓ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com