________________
૧૨૨
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
વિદ્યાર્થીઓમાંના કેટલાક અંગરેજ છોકરીઓ સાથે ખાતા હતા. નાટક જેવા સાથે બેઠા હતા. આ છોકરીઓ તેઓની સહાધ્યાયિની હશે એમ લાગે છે. સર્વના મુખપર આનંદ દેખાતું હતું. નાટક ૮ રાત્રે શરૂ થઈ ૧૧ સુધી ચાલ્યું. ઘણાખરા એટરોએ સારું કામ કરી બતાવ્યું. એને માટે વખતનો ભોગ પણ ઘણે આ હશે એમ લાગ્યું. સંગીત અને પહેરવેશ હિંદુસ્થાની હતો. સ્ત્રીપાર્ટ પણ વિધાર્થીઓ કરતા હતા. જેવા આવનાર ઘણા ખરા હિંદુસ્થાનના જ વતની હતા. વિધાર્થીઓ અવકાશે આવો આનંદ કરે તેમાં વધે ન લઈ શકાય પણ કેટલાક ખાવાપીવામાં મર્યાદા મૂકે તે જોઈ મને ખેદ થયો. બંગાળી મદિરાસીને તે અભક્ષ્ય ખોરાકને હિંદુસ્થાનમાં પણ વાંધો નથી પણ ગુજરાતી માં ભળે તે મને ઠીક ન લાગ્યું. અહીં ભણતા હિંદી વિદ્યાર્થીઓ માટે બહુ વિચાર કરવાની અને તેમને માટે રીતસરની વ્યવસ્થાની બહુ જરૂર છે. જો કે આ સ્વતંત્રતાપ્રિય જમાનામાં અને ખાસ કરીને આ દેશમાં કાંઈ બનવું શક્ય નથી અને કદાચ કોઈ એ વાત શક્ય કરે તે તેને તાબે થાય તેવી અત્રેના વિધાર્થીઓની માનસિક પરિસ્થિતિ પણ જણાતી નથી. આ વાત માત્ર ખેરાકને અગેજ નથી. એની સાથે અહીં હિંદુસ્થાનના વિધાર્થીઓએ જે નામના (?) મેળવી છે તે ખરેખર ખેદ કરાવે તેવી છે. અત્યારે સારે અંગરેજ હિંદુસ્થાનના વતનીને પિતાના ઘરમાં રાખતા નથી, તે હિંદુસ્થાનના કાળા લોકોની સુગને લઈને નહિ પણ ચારિત્રહીનતાને લઈને છે. આ હકીકત સત્ય છે એમ અહીંના લેકો કહે છે અને તે સાંભળતાં આપણને ખેદ થાય છે. આ બાબતમાં પંજાબી અને બંગાળી વિધાથીઓ વધારે જવાબદાર છે એમ મને કહેવામાં આવ્યું. ગુજરાતી વિદ્યાર્થીની સંખ્યા ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com