________________
લંડન
બ્રિટિશ મ્યુઝીયમ
૧૧૯
નામ, લગભગને સંવત વિગેરે વિગત આપ્યા છે. એમાં ગ્રીકેના, ઈટ્રસ્કન પ્રજાનાં, ઈજીપ્તની પ્રજાના અને બીજી એશીઆની પ્રજાના ઉપયોગનાં ઘરેણાં મૂક્યાં છે. આખો સંગ્રહ મનન કરીને દિવસો સુધી જોવાલાયક છે.
સીક્કાનું ખાતું” પછી આવે છે. ઘણું સીક્કા અને ચાંદ જોવાલાયક છે. “એશીઆટીક રૂમમાં જાપાન ચીન વિગેરેને સારું સ્થાન મળ્યું છે. હૈદ્ધ અને બ્રાહ્મણ સમય પણ અહીં છે અને જૈનોની પ્રતિમાનો સંગ્રહ પણ સારે છે.
આવી રીતે પુરાણી ચીજોને સંગ્રહ જોવાલાયક છે. એ ઉપરાંત મ્યુઝીએમમાં મોટામાં મોટી લાઈબ્રેરી છે. સેંકડે પુસ્તકો છે, લાખો પુસ્તકો છે, પણ સર્વથી વધારે ખેંચાણુકારક તે અનેક પુસ્તકની પ્રથમ આવૃત્તિ અહીં જાળવી રાખી છે તે છે. અરેબીનસન ફ્રો અને બનીઅન્સ પલ્ટીમ્સ પ્રોગ્રેસની પ્રથમ આવૃત્તિ અહીં છે; કેકસટને પુસ્તક છાપવાનું શરૂ કર્યું ત્યારથી ઉત્તરોત્તર છાપાકળામાં દર દશ વર્ષે કેટલો સુધારો વધારો થશે તે બતાવવા ગ્રંથ છાપણુ-મુદ્રણને અહીં શાલવાર સંગ્રહ બતાવ્યો છે. પુસ્તક ઉપરની બાંધણું (બાઈન્ડીંગ)ની કળામાં કેટલો સુધારો થત જાય છે તે બતાવે તેવું ઊંચામાં ઊંચું બાઇન્ડીંગ પણ અહીં ક્રમવાર–શાલવાર બતાવ્યું છે અને ઊંચામાં ઊંચું રાયેલ બાઇન્ડીંગ કેવું થાય તેના નમુના પણ બતાવ્યા છે. એ ઉપરાંત શેકસપીયર, મીલ્ટન, બેકન, થેકરી વિગેરે મોટા કવિ તથા લેખકોના હરતાક્ષરમાં અસલ પાનાં અહીં સેંકડે હજારોની સંખ્યામાં કાચના કપાટ અને કેસોમાં મૂક્યાં છે અને બાજુમાં તેનું વર્ણન આપ્યું છે. જુના વખતનાં વેલમ ઉપર લખેલાં પુસ્તકોને પણ સંગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com