________________
લંડન
બ્રિટિશ મ્યુઝીયમ
૧૧૭
બહુ ઉપયોગી સંગ્રહ છે. એમાં એપલનું પુતળું ખાસ જોવાલાયક છે. એ ઉપરાંત પરચુરણ પુતળાં ત્રણે રૂમમાં સારાં છે. પુરાણું ગ્રીક બાવલા” વાળ ઓરડે ત્યાર પછી આવે છે. “એલજીનરૂમ માં સુંદર રોમન કારીગરીના નમુના છે. એમાં મીનરવાનું મંદિર બહુ બારીકાઈથી જેવા ગ્ય છે. આ આખો સંગ્રહ ગ્રીકના પાર્થોનોનનો છે અને બહુ પ્રયાસે એને ઈંગ્લાંડમાં સ્થીર કર્યો છે.
જુના વિષયમાં રસ લેનારને ફગાલીઅન રૂમમાં એપલોનું મંદિર જોવા લાયક છે (ઇ. સ. પૂર્વે ૪૩૦ ની કારીગરી).
“મુઝેલીઅમ રૂમ માં દુનિયાની સાત આશ્ચર્યકારક ચીજમાં જે એક ગણાતી હતી તેવા હાલીકારનેસસનું મ્યુઝલીયમ હતું, તેનાં જે અવશેષો મળી આવ્યાં તેને સંગ્રહ છે. (ઈ. સ. પૂ. ૩૫૩). જેટલો ભાગ મળી આવ્યો છે તેટલો મજાને છે અને અસલની કુશળતાને ખ્યાલ આપે છે.
ત્યારપછી એસીરીઅન સલૂન” આવે છે. આગળ જતાં ઈજીણીઅન ગેલેરી” આવે છે તે ખાસ જોવા જેવી છે. નેપાલી. અનની સાથે જે વિદ્વાને ઈજીપ્તમાં ગયા હતા તેમણે કરેલો એ સંગ્રહ છે અને ત્યારપછી તેમાં વધારે થયે છે. શરૂઆતમાં રોઝેટા સ્ટોન” (Rosetta Stone) આવે છે. એ શહેનશાહ પાંચમા ટેલેમી તરફ ઈ. સ. પૂર્વે ૧૮૫ માં બતાવેલા આભાર ઉલ્લેખ છે. અશોકના સ્મરણસ્ત અને શાસનપત્રો જેવા હિંદમાં મશહૂર છે તેવાજ આ રેઝેટા પથ્થર યુરોપમાં મુલ્કમશહૂર છે. સદર શહેનશાહે મંદિરને બહુ દ્રવ્ય આપ્યું તેથી મઠાધિકારીઓએ દરેક મંદિરમાં એવા પથ્થર મૂકવાનું ફરમાન કર્યું હતું. આ ગેલેરીમાં પુરાણ અનેક બાવલાં આદિ છે જેના ઉપર એકવાર નજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com