SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ યુરેપનાં સંરમારણે ઈંગ્લાંડ બેસી શકે. વિઝીટરોને અવાજ કરવાની કે ચાળા કરવાની મનાઈ છે. જ્યારે અગત્યને સવાલ ચર્ચાતું હોય ત્યારે અહીં ઘણું ગીચ હાજરી થાય છે. બહારના ભાગમાં Westminster Hall છે. ત્યાં અગાઉ બધી કોરટ બેસતી. હાલ તે હાલ ખાલી છે. તે જવા આવવાના રસ્તા તરીકે વપરાય છે. અગાઉ ચાર્લ્સ પહેલાની, વોરન હેસ્ટીગ્સની અને બીજી અનેક તપાસ આ હેલમાં થયેલી એમ કહે છે. જ્યારે મત લેવાના હેય છે ત્યારે “ડીવીઝન લેબી (Lobby) માં મેંબરે જાય છે. તે ભાગ કેઈને બતાવતા નથી. તે વખતે જેમને જગ્યા અંદર ન મળી હોય તે પણ મત આપી શકે છે. રસ્તા ઉપર આવેલા મોટા હોલમાં જ્યાં trials તપાસ અગાઉ થતી ત્યાં તદ્દન ખાલી વિભાગ છે પણ તે નીચેના ભાગમાં છે. એડસ્ટન મરી ગયા પછી તેના શબને લોકો માન આપે તે સારૂ અહીં બતાવવામાં આવ્યું હતું. આનું નામ Westminster hall છે. આ મોટા હેલમાં વિશાળ છાપરું છે છતાં એક પણ થાંભલો નથી. હાઉસ ઓફ લોર્ડસમાં અપીલરટ બેસે છે ત્યારે બારિસ્ટર હાજર થાય છે. અહીં પિવિ કાઉન્સીલને સ્થાન નથી. તેનું સ્થાન નજીકમાં જ છે જે હવે પછી જવાનું છે. અંગરેજો આ પાર્લામેન્ટ ઉપર બહુ મોહ રાખે છે, પિતાના છૂટાપણાનું એને સ્થાન ગણે છે અને એના કુલ કામકાજમાં ઘણો રસ લે છે. પાર્લામેન્ટ ઘણું ખરું બપોરે બે વાગે મળે છે અને અરધી રાત સુધી એનું કામકાજ ચાલે છે. બીજે દિવસે સવારે તેને કુલ રિપોર્ટ છપાય છે અને અંડરગ્રાઉન્ડ રેલવેમાં બસમાં અને પિતાને ઘેર હજારે લોકો તે વાંચે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy