________________
લંડન.
ઉતારો. લંડનમાં હટેલોનો પાર નથી. પ્રથમથી કરેલી સગવડ મુજબ મીસીસ નાઈટના હાઇડ પાર્કની બાજુમાં આવેલા (૨૪ કવીન્સબરો ટેરેસમાં) “ઇન્ડીઅન હોટેલમાં ઉતર્યો. આ હોટેલ સાધારણ છે પણ ત્યાં લગભંગ બધા ગુજરાતીઓ રહે છે એટલે નવા આવનારને સગવડ ઘણું પડે છે અને ખોરાક લગભગ ગુજરાતી ઢબન રાંધવામાં આવે છે અને પિતે વેજીટેરીઅન છે એટલે આપણને સગવડ સારી છે. એનું વર્તન પણ રીતસરનું છે.
તપાસ કરતાં જણાયું કે “હાઈજીઆ હાઉસ” (વિન્ડસર સ્ટ્રીટમાં) છે ત્યાં પણ વેજીટેરીઅન ખોરાક મળે છે તે સંબંધી આગળ લખવાનું થશે. આ સિવાય ચેખું વેજીટેરીઅન હાઉસ લંડનમાં મળવું મુશ્કેલ પડે છે. હું તે જરા અગવડ ભોગવીને પણ એ હેટેલમાં રહ્યું. લંડનમાં આવીને મારે પ્રથમ તે મારા સોલિસીટરને મળવું હતું તેને મળે. અચેસ દિવસ સુધી લંડનમાં રહેવું પડશે એટલું નક્કી થયું. બાકી ધંધાની ઘણી વાત થઈ તે સર્વને ઉપયોગી નહિ લાગે.
થોમસકુક.” બાર્કલી સ્ટ્રીટમાં થોમસકુકની એકીસમાં ગયે. તેમણે લંડનમાં એ નવી ઓફીસ બંધાવી છે. પિતાનું મકાન છે. ગંજાવર ઓફીસ છે. ત્યાં તેમની હેડઓફિસ હાલ છે. યુરોપ, એશીઆ તેમજ અમેરિકાના પ્રવાસની બધી ખબર એ લોકો ત્યાં આપે છે અને ટીકિટ પણ આપે છે, ટાઈમટેબલ કરી આખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com