________________
વાડી ખાયે જે ચીભડાં, કિહાં હાય તાસ પોકાર, જે રાજા ચેરી કરે, તો કુણ રાખણ હાર. પાવક પ્રગટે નીરથી, હાર હોય જે સાપ, તો કહે લોક કિસ્યુ કરે, જુઓ વિચારી આપ. જિણે મહાવ્રત આદર્યા, પ્રભુ તુહ પ્રવચન લાધ,
જે તે જીવ રાખે નહી, બીજાનો શે અપરાધ. નિત્ય વાસિ અતિ જિહાં રહે, મમત કરે સંભાળ, અર્થે કરાવી જેહને, તે કિમ પિસહ સાલ. તેય ઉપાશ્રય બેલીએ, જેહ દુષણ નહી કેય, આપ અર્થે કીધો ગૃહી, ઘર ત્યે સુધે જોય. યદ્યપિ ઘર જિમ પૂરિયાં, દીસે ગરથ ભંડાર, ઘરણી વિણું તંહ ચિહું નહી, ઘર ભાષા વ્યવહાર. પોસહ સાલા ન ઘર નહી, નહી ઉપાશ્રય જેણ. ભિક્ષાચર વસવા ભણી, મઠ બેલી જે તેણ. તેહના પતિ જે મઠપતિ, તે કિમ બોલે સાચ,
લેહિ ગુરૂ ભä ગ્રહ્યા, રતન વરાસે કાચ. દુજણ બલી રાઉલ વળી, વાનર વીછી ખાધ, સેણ ચડો ચરડાહ કરે, દાઘ કર દેતેં દાધ. તેહનો હિવ કહેવું કિસ્યું, મંડળે નવો રાજ, શ્રત વિપરીત પરંપરા, કરે દ્રોહે નિજ કાજ. ઇષભાદિક ચઉવીસ જિન, ભરતાદિક બહુ રાય, ઈસર તલવર માડંબી, કોઠંબી સત્યવાહ. ઈસ શેઠી સેના પતિ, આગે હૂવા અનેક, પ્રવચન જોઈ જાણજે, મન આણજે વિવેક. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com