________________
૫૫
ઇ. એણે પ્રકારે પુત્ર વૃદ્ધિ પામતે છતે દુ દુષણ છતે અ. નિરંતર ભ૦ વર્તમાનકાળે દુ પામતાં દોહિલું. જે તીર્થકરને માર્ગ
અહિં તો પ્રસ્તાવિક માટે કાવ્ય ૬ લખ્યા છે પણ સંઘપદક મળે કાવ્ય ૪૦ છે તે મળે એ વિસ્તાર છે તે લખીએ છીએ-ઉદેશિકનું ભોગવવું ૧ જિનઘરને વિષે રહેવું ૨ ઉપાસરાદિકને વિષે ક્રોધાદિ કરવું ૩ દ્રવ્ય ગૃહસ્થ, દેહરાને વિષે અંગીકાર કરવું જ જે આસન પ્રતિલેખ્યું ન જાય તેહને રાખવું. છ એ છ બોલ લિંગી આદરે છે. ઈત્યાદિકનું નિરાકરણ કર્યું છે છે છો તથા પાર્ધચંદે પણ દશમું અરૂં પંચમ આરે કહ્યું છે. તથા દસમે ઠાણે દસ આછેરાં કહ્યાં ત્યાં દશમું આછેરૂં અસંજયાણું પૂયા એહવે નામે કહ્યું છે. તેહના પ્રવાહમાંહિ જે જીવ પડ્યા તે ઘણું સંસારમાંહી રખડ્યા. અને વલી અસંમી અસાધુની પૂજા પ્રભાવના થકી આછેરાને પ્રભાવે કરી મિથ્યાત માંહિ પડયા થકા, સંસાર કંતાર માંહિ પરિભ્રમણ કરશે. એ મિથ્યાત સેવ્યાનાં ફળ જાણવા છે ૧૫
હવે શ્રી વીતરાગને વિનંતિ કરીએ છીએ. અહે સ્વામી! કુગુરૂની વાસના રૂ૫ પાસમાં પડ્યા જે નર, તે હરણની પેરે ટવલે છે. સ્વામી ! તેહને સરણ તુમ્હારૂં તથા તુમ્હારા પ્રરૂપ્યા સિદ્ધાંતનું. સ્વામી એ પાસથી કાઢે. વળી જ્ઞાન દર્શન ચારિત્રના ગુણ વિના જે કુલાચાર રૂપે કરાવે હિંસા, તે લુંટે છે શુદ્ધ ધર્મને, તેહ રૂપ શુદ્ધ નેત્રે દેખાડે. અજાણે પડે છે ફંદમાં, તેહને સ્વામી માર્ગ દેખાડે. લોક વિના જેમ નગરની મેદની, જેમ છવ વિના કાયા ફેક, તેમ દયા વિણ પૂજા જેહવી નાટક તણી માયા; એહ શુદ્ધ ઉપદેશ, વિતરાગ પાસે માંગે. વિતરાગ વિના કઈ તારવા સમર્થ નથી માટે વિનતિ કીધી સિદ્ધ ૧૬ છે
હવે સમતિ વિના દેશવિરતિ શ્રાવકને ધર્મ તથા સર્વવિરતિ સાધુને ધર્મ અપ્રમાણ તે સૂત્ર સાખે કહીયે છીએ. ઉત્તરાધ્યયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com