________________
૪૭
પામે તથા આહાર ઉપગરણ ઉપાસરો આધાકર્મી પ્રમુખ સદેષ ભોગવે. અગ્નીની પેરે મળે તે મૂકે નહી. તે અસાધૂ શત્રુ સરીખા. દયા રહિત કહ્યા; તે નિંદા કરી નથી. તથા રાજેમતી સાધ્વીએ કહ્યું. જે રહનેમિ તુજને ધિક્કાર છે. જે ભણી વમી વસ્તુ વાંછે છે? તુજને મરણ શ્રેય છે. પણ અણચાર આચરે શ્રેય નહિં. તે નિંદા કરી નથી. તથા જયઘોષ મહામુનિએ વિજયઘોષ બ્રાહ્મણ આગળ વેદયજ્ઞ જ્યોતિષ પુરાણ બ્રાહ્મણગુરૂ સાવઘ કરણી નિરાકરી, ભાવદ ભાવયજ્ઞ ભાવ જ્યોતિષ ભાવપુરાણ ભાવબ્રાહ્મણ ગુરૂતારણતરણ. એવા અધિકાર સ્થાપ્યા. તે નિંદા કરી કેમ કહીએ ? વિચારી જેજે. તથા છઠે અંગે થાવસ્ત્રાપુત્ર અણગારે શુક પરિવ્રાજક આગળ સાવદ્ય યાત્રા નિરાકરી. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જીવદયા યાત્રા સ્થાપી, તે નિંદા કરી નથી. તથા સાતમે અંગે કુંડલિક શ્રાવકે નિયતવાદી ગોશાલામતિ દેવતાને નિરાકેર્યો. તે ઉપર મહાવીરદેવે સાધુ સાધ્વીને કહ્યું કે તુહે વિશેષે અન્ય તીથકને નિરુત્તર કરવા તે તથા સદાલપુત્ર કુંભાર શ્રાવકે ગોશાલાને નિરાકર્યો તે તથા છ અંગે મલીકુમારીએ ચોખી સન્યાસણી આગળ રૂધિરે ખરડયું વસ્ત્ર રૂધિરે શુદ્ધ ન હોય. એવે દૃષ્ટાંત કરી સાવદ્ય દાન ધર્મ શૌચ ધર્મ તીર્થાભિષેક ધર્મ નિરાકરી દયાધર્મ સ્થાપ્યો. તે નિંદા કરી નથી. તથા આઠમે અંગે તેમનાથના ૬ અણગારના ત્રીજા સંઘાડાને દેવકી રાણીએ કહ્યું જે દ્વારિકા નગરીમાંહિ ઉચ્ચ નીચ મધ્યમ કુલે આહાર નથી મળતો ? જે ફરી ફરી એક જ ઘરે આવે છે? તે નિંદા કરી નથી. તથા અનંત કાળે પંચમ આરા માંહિ મઠપતિ અસાધૂના રાજ આછેરાને પ્રભાવે અનેક અનાચાર પ્રરૂપ્યા, ચૈતાલાં કરાવ્યા. દ્રવ્ય પૂજા પ્રરૂપી, દયા ધર્મ દૂર કર્યો. તે અવસરે કમળપ્રભ આચાર્યે “જે કે જિનાલયો છે તો પણ તે સાવદ્ય છે” એમ કહી સાવઘ કરણી નિષેધી. તે તીર્થકર નામકમ ઉપાર્યું. ૩ ૧૧ છે એ નિંદા આશ્રી ઉત્તર કહ્યા છે છે: છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com