________________
(૨૭) થાય. નામ આપવાની આ સિવાય બીજી રીત હતી નહિ. એડી જે પથ્થરને લાત મારે તે પથ્થર એડીને મારે; તેઓ બંને કક્કસ હતાં. વેદમાં વિ એટલે એક પક્ષી અથવા ઉડનાર થાય છે, પણ એજ શબ્દનો અર્થ વળી તીર પણ થાય છે. યુદ્ધ ને અર્થ લડનાર, હથિયાર અને લડાઈ એમ થતા. ' તે પણ જ્યારે અહિયાં–લાત” અને “ત્યાં–લાત, એટલે લાત મારનાર અને લાત ખાનાર અને છેલે જીવંત અને નિર્જીવ નામો વચ્ચે બહારની નીશાનિયાથી ભેદ સમજવાનું બની શક્યું ત્યારે ભાષાની વૃદ્ધિમાં તે એક મોટું પગલું ભરેલું જણાય છે. ઘણીક ભાષા એ હદથી આગળ વધી શકી નથી. આર્ય ભાષામાં આ કરતાં પણ એક વધુ પગલું ભરવામાં આવ્યું હતું, તે એ કે જીવવાળી વસ્તુમાં નર અને નારીજાતિ વચ્ચે ભેદ રાખવામાં આવ્યો.
એ ભેદ પુરૂષવાચક નામ દાખલ કર્યાથી નહિ પણ સ્ત્રી જાતિનાં નામ દાખલ કર્યાથી, એટલે કે સ્ત્રીઓને માટે અમુક સાધિત પ્રત્યય જાદા રાખ્યાથી શરૂ થયો. એમ થયાથી બાકીના સઘળા શબ્દો નરજાતિના થયા. હજી વધારે પાછળના વખતમાં જે વસ્તુ નાન્યતર હતી, એટલે નર કે નારી નહિ પણ જે પ્રથમ અને દ્વિત્યા વિભક્તિમાં માત્ર ઘણું કરીને હોય તેમને માટે અમુક રૂપ જુદાં રાખવામાં આવ્યાં.
એટલા માટે વ્યાકરણની જાતિ જોકે પાછલા વખતમાં પુરાણ કત ઈતિહાસ કાવ્યમાં રચવામાં બહુ મજબુતપણે સાહ્ય કરે છે તે પણ તે કાંઈ ખરી ગતિ આપનાર શક્તિ નથી. આ ગતિ આપનાર શકિત તે ભાષા અને વિચારની જાતિમાં સ્વાભાવિક રીતે ભેળાયેલી છે. માનસ પાસે પિતાના કામ માટે વાચાની નિશાની છે. તે આસપાસ દુનિયામાં પોતાનાં કામને મળતાં કામે જય છે; અને વાચાનાં પેલાં જ ચિન્હોથી દુનિયાની તરેહવાર વસ્તુઓને મનમાં લઈ સમજે છે. કારણકે નદી બચાવનાર કેહવાય, તેટલા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com