________________
(૨૧) સુપડાં આગળ–લઈ જવાની જરૂર જણાય તો ભર શબ્દથી દર્શાવાય એટલું જ નહિ, પણ જે પથ્થરે સાફ કરવા માટે તથા ઘસવા માટે આણેલા હોય, તે તથા જે પથ્થરો કાપવાના ઘસવાના, તથા સાફ કરવાના કામમાં વપરાયા હોય, તે પણ દર્શાવાય. આ પ્રમાણે માર એક આજ્ઞાર્થ ચિન્હ થાય, કે જે કામનેજ માટે વધુ વપરાય નહિ, પણ તે કામને લગતાં જુદાં જુદાં કર્મોને સ્પષ્ટ રીતે દેખાડવામાં પણ વપરાય.
તો પણ મર સરખા એક અવાજનો આ પ્રમાણે અર્થ લંબાવ્યાથી તુરત ગુંચવાડે ઉઠયા વગર રહે નહિ; અને એ ગુંચવાડાની કળણું મટાડવાને કોઈ યુકિત કરવાની મરજી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય.
જે કર એટલે ચાલો આપણે પથ્થર ઘસિ’ અને મરે એટલે હવે ત્યારે ઘસવાના પથ્થર', એ બેની વચ્ચે ભેદ રાખવાની જરૂર જણાય, તો તે જુદી જુદી રીતે થઈ શકે. સૈથી સેહલી અને પેહલી રીતે એ હતી કે બેલતાં સ્વર બદલવો અને જીદે અવાજ કાઢવો. આ આપણે ચીનાઈ અને બીજી એકાક્ષર ભાષાઓ, જેમાં એક જ શબ્દને જાદી જદી રીતે બોલ્યાથી જાદા જુદા અર્થે થાય છે, તેમાં ઘણી સરસ રીતે જોઈએ છિએ.
બીજી એવી જ જાતની સાદી યૂતિદર્શક અથવા આંગળીથી દેખાડવાની નિશાની હતી, કે જેને સાધારણ રીતે સર્વનામ મળે કહે છે; તથા તેઓને મર જેવા અવાજ સાથે જોડયાથી બે વચ્ચેનો ભેદ જણાતો હતો. દાખલા તરીકે “અહી ઘસવું તેનો અર્થ “માનસ ઘસે છે કરીને થાય અને ત્યાં ઘસવું તેનો અર્થ “જે ૫થ્થરને ઘસવામાં આવે છે તે થાય.
આ ક્રિયા ઘણી સેહલી દેખાય, પણ તે એજ કિયા હતી કે જેથી માનસ પહલેહલે કર્તા અને કર્મ વચ્ચેનો ભેદ સમ, એટલું જ નહિ પણ ક્રિયાના કરનાર અને થયેલી ક્રિયાની સમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com