________________
(૨૪) અકેક છુટી શ્રેષ્ઠ આત્મા અથવા દેવતાઉપરની આરા–ઈશ્વર મત કેમ થશે જે બીજા દેવતા હવે વધારે વાર શ્રષ્ઠ રહ્યા ન હતા તેમની ઉપર પ્રમુખ એક ઈશ્વરની આસ્થા–અનેકેન્ડર મત કેમ થ; અથવા બીજા દેવતા હોય એ સંભવજ મળમાં કાઢી નાંખીને એક ઈશ્વર ઉપરની આસ્થા––એકેશ્વરમત કેમ થયોતે આપણે જેવું છે.
તથા વળી, આપણે જોયું કે સઘળા પ્રાચીન દેવતા માત્ર ખાલી નામ હતાં એમ જણાઈ આવ્યું. પણ જે કે આ શેધ, કેટલીક બાબદમાં નિરીશ્વરમત અને કોઈ પ્રકારના બુદ્ધમત તરફ આપણને લઈ ગયે, તેય બીજી બાદમાં એ એક નવા આરંભ ભણી લઈ ગયો, અને જે એક આત્મા દરેક વસ્તુનો આત્મા છે, તથા જે આપણે ઈદ્રિયોથી ગ્રહણ થાય એવા સઘળા અંતવંત પદાર્થોની પલીમેર અને હેઠળ જ માત્ર નથી, પણ વળી આપણા પોતાના અંતવાન અહંકારની (Ego) પલી મેર અને હેઠળ છે, તેવિશે, એટલે પરમાતમાઉપરની એક નવી આસ્થાભણી આપણને દોરી . -
હિંદુસ્થાનમાં જે સઘળાં મંદીર પાછળા વખતમાં પૂજા અને યજ્ઞ અર્થે ઉભાં કરવામાં આવ્યાં હતાં તે મંદીરો જે નક્કર ખડક ઉપર ટેકો લઈ ઉભા છે તે ખડકનું સર્વથી હેઠળનું પડ આપણે ખણીને ખુલ્લું મુકવામાં જ હાલતરત સંતાશપામી આપણું ખેદકામ આપણને બંધ કરવું પડયું.
હિંદુસ્થાનનાં સર્વથી પ્રાચીન મંદીરોનીચે જેવા પાયા આપણને મળ્યા છે તેવાજ મનુષ્યને હાથે ઉભાં થયેલાં સઘળાં મંદીરના પાયા પણ હોવા જોઈએ એમ વિચારવા સામે મેં તમને ફરી ફરીથી ચેતવવાને યથાર્થ વિચાર્યું હતું. સમાપ્ત કરતાં, મારે ફરી એક વધારે વાર તમને એવિષે ચેતવવા જોઈએ.
ખરેખર, તે નક્કર ખડક, એટલે મનુષ્યનું અંત:કરણ, સઘળે દેકાણે જેનો તેજ હવે જોઈએ; તથા વળી કેટલાક સ્તંભ તથા પ્રાચીન ઘૂમટ પણ જે સઘળે ઠેકાણે ધર્મ, શ્રદ્ધા કે પૂજા છે, ત્યાં જેના તેજ હોય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com