________________
(૧૬) બાળક પિતાના માબાપનો હેતુ સમજી શકે નહિ, તથા વળી તેમની મતલબ પામી શકે નહી; પણ જ્યાં સુધી તેઓ પોતાનાં માબાપઉપર પોતાની વિશેષ બાલિશ રીતે વિશ્વાસ તથા હેત રાખે છે, ત્યાં સુધી આપણે બીજું શું માગ્યે છિયે ? અને પૂજાકર્મની બાબદમાં. એક બળદનો ભેગ આપી તે અમરને રાજી કરવાનો વિચાર રજ ખરેખર આપણને ત્રાસજનક લાગે છે. પણ એવી કોઈ માતા હશે કે જેને તેનું બાળક પિતાના મેમાનો સ્વાદિષ્ટ કેળિયા (બુક) કાઢી આપે, અને વળી કદાચ ગમેતેવે ખરડેલે હાથે કાઢી આપે તે તે લેવાને નાપાડે ? –પછી જેનારને મન તે ગમે એવું ફુવડ લાગે. વળી જો તે બુક તે કદી ખાય નહિ તોપણ મેં ખાધો. તથા તે મને બહુ ભાવ્ય એવું બાળકને મનાવવા શું ઈરછવાની નહિં? ના, આપણાં બાળકની સમજની ભુલથી માયામમતાનાં ખોટાં નામ, ખોટા વિચાર કે ખોટાં કામ નિપજે; પણ જયાં સુધી તેમનું અંતઃકરણ સ્વચ્છ અને નિષ્કપટ હોય છે ત્યાં સુધી તે ખોટાં છે તેની આપણે દરકાર કરતા નથી.
બાળકમાં, નાનાં બાળકોમાં પણ, જે ચીજવિષે આપણે ફિકર રાખેછિયે તે જે શબ્દોનો અર્થ તેઓ પૂણરીતે સમજે નહિ તે વાપરવાવિષે છે; જે સઘળું કેહવાની તેમની મતલબ ન હોય તેવા શબ્દો બોલવાવિષે છે; અને એ સર્વઉપરાંત એકબીજા માટે કડવાં વચન આચરવાવિષે છે. આ સઘળું માત્ર ઉપમા દાખલ ચાલી શકે, કેમકે આપણે સઘળા જાણયે છિયે કે બાળકો પોતાના માબાપથી જે અંતરને લીધે જુદાં છે તે અંત સાથે સરખાવતાં જે અંતર આપણને ઈશ્વરથી છુટાં પાડે છે તે ન્યુનપરિમાણ છે. એ અંતરના વિસ્તારવિષે આપણે ગમે એવા તર્ક કર્યો તે ઓછા. પણ તે વિષે આપણને કાંઈક સમજ આવ્યા પછી, અને માત્ર સમજ આવ્યા ૫. છીજ, હું માનું છું કે ઈશ્વર સાથેના આપણા સંબંધમાટે અને બોજા ભવની આ પાણી આશામાટે આપણે હમણાં જેવા છિયે એ વાજ રહેવાને જેટલા યત્ન કશુરીં તેટલા ઓછા, આપણે આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com