________________
( ૧૯૧) ટલે વેદનો અભ્યાસી કહેવાય છે. એના ગુણકારી (કાર્યસાધક) અને
ભ્યાસ માટે કેડો વખત ઓછામાં ઓછાં ૧૨ વર્ષની છે અને ઘણામાં ઘણા ૪૮ વર્ષના છે. જયાં સુધી એક તરૂણ વિધાથી તેના ગુરૂના ઘરમાં રહે છે, ત્યાં સુધી તેને અત્યંત કરડી કેળવણી તળે રેહવું પડે છે. તેને નિત્ય બે વાર, સૂર્યોદયે અને સૂર્યાસ્ત (સો પાસન) પ્રાર્થના કરવી પડે છે. રોજ સહવારે અને સંધ્યાકાળે આખે ગામ ફરી ભિક્ષા માગવી પડે છે, અને જે કાંઈ મળ્યું હોય તે પતાના ગુરૂજીને આપવું પડે છે. જે કાંઈ ગુરૂ આપે તે સિવાય તેનાથી બીજાં કાંઈએ ખવાય નહિં. તેને પાણી લાવવું પડે છે; વેદીને માટે બળતણ વીણી એકઠું કરવું પડે છે ચહુલાની આસપાસની જગ્યા વાળી સાફ કરવી પડે છે, અને દહાડો રાત ગુરૂની સેવામાં તેને રહેવું પડે છે. એના બદલામાં તેને શિક્ષક તેને વેદ શિખવે છે, કે જેથી તે હવે ભણી શકે; અને એસિવાય જે કાંઈ પણ તેને બીજા આશ્રમમાં દાખલ થવાને માટે યોગ્ય કરવા જરૂરનું હોય, તથા એક પરણેલો પુરૂષ અને ઘરધણી (ગૃહસ્થ) થવાને યોગ્ય કરે, તે સઘળું શિખવે છે. વિદ્યાર્થીને ગમે તો એઉપરાંત બીજા શિક્ષકોના પાઠ (ઉપાધ્યાય) પણ શિખે, પણ તેનું (બ્રહ્મચારી પંથમાં) દાખલ થવું, અથવા જે તેનો બીજો જન્મ કહેવાય છે, તે તે તેના ધર્મગુરૂ એટલે આચાર્યથી જ માત્ર તેને મળે છે.
જયારે વિદ્યાર્થીની શિષ્યવસ્થા પુરી થાય છે, ત્યારે તેને પતાના ગુરૂને વાજબી દક્ષણા આપ્યા પછી પોતાના પિતાને ઘેર જવા દેવામાં આવે છે. તે ત્યારપછી નાતક, એટલે જેણે સ્નાન કીધેલું હોય તે, અથવા સમાવત એટલે પાછો આવેલો, એમ કેહવાય છે. તેણે તેની સનદ મેળવી એમ આપણે કેહવું જોઈએ. કેટલાક વિદ્યાથીઓ (નૈષિક) પરયાવિના પોતાના ગુરૂને ઘેર પિતાની આખી જીંદગી સુધી રહે છે. બીજાઓ જો તેમને એવી પ્રેરણા થાય તે પોતાની ઉમેદવારીનો વખત પુરો થયા પછી તરતજ વનવાસીની જીંદગી પકડે છે પણ સાધારણ નિયમ તો એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com