________________
( ૧૩૫) જયારે સૂર્ય ઉગતો ત્યારે તે કાંઈ માત્ર પ્રકાશ આપવાને માટેજ નહિ, પણ આકાશ અને પૃથ્વીને આપણી સમક્ષ જાણે પાથરીને ખુલ્લો મુકવા સારૂ હોય, એમ ધારવામાં આવતું; અને જયારે એવું ધારવામાં આવતું, ત્યારે સૂર્ય, આકાશ અને પૃથ્વીને આપણી પાસે પાછો લાવતો અથવા આપણે માટે તેમને બનાવો, એવું દશાવવું એ એક પગલું સેહેજ આગળ વધવા જેવું છે.
તે પણ એજ પરાક્રમ વળી ઈ વરૂણુ અને અગ્નિ , જે સૂર્યનો પ્રકાશ છે, તેને તેમજ વિષ્ણુ જે આખી સૃષ્ટિ પિતાને ત્રણ પગલે ઓળગે છે તેને પણ લાગુ પાડવામાં આવ્યું.
બીજી રીતે જોતાં અગ્નિ સૂર્યને પાછો લાવે છે એમ ધારવામાં આવ્યું છે, અને બીજા કવિયો એજ પરાક્રમ ઈદ્ર, વરૂણને અને વિષ્ણુને લાગુ પાડે છે.
જોકે અંધકાર તથા વાદળાં સામેનું ભારે યુદ્ધ મુખ્ય કરીને ઈદ્ર ચલાવે છે, તો પણ એ યુદ્ધમાં વૈમ્ પણ પોતાની વીજ ઘુમાવી ફેકે છે, અનિ અંધકારના દેવાનો સંહાર કરે છે અને વિષ્ણુ, મરતો અને પરજ એ સઘળા પિલાં જ નિત્યનાં અથવા વાર્ષિક યુદ્ધમાં ભાગ લે છે.
અસલી કવિને, જેમ આ સઘળું આપણે જોઈએ છિયે તેજ પ્રમાણે બરાબર દેખાયું, અને વારંવાર તેઓ એટલી હદ સુધી ગયલા જણાય છે કે જે એક દેવ તેજ બીજા દેવ છે એમ જાહેર કરે છે. જેમકે અને જે ખરેખરો વર્તવને દેવ છે તે વળી ઈદ્ર અને વિષ્ણુ, સવિત, પુશન, , અને અદિતિ પણ છે; એટલું જ નહિ પણ એને વિષે તો કહે છે કે એ પોતે જ એ સઘળા દેવ છે. અથર્વવેદના એક શ્લોકમાં (૧૩, ૩, ૧૩) આપણે વાંચયે છિયે કે – સાંજે અગ્નિ વરૂણ થઈ જાય છે, જયારે સવારે ઉગે છે ત્યારે તે મિત્ર થાય છે, સવિત થયા પછી તે આકાશમાં થઈને જાય છે, ઇંદ્ર થયા પછી તે આકાશને વચમાંથી ગરમ કરે છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com