________________
વાથી આપણે હેતુ કાંઈક સફળ થશે. ત્યારે એક દર લેતાં, ધર્મ એટલે શ્રદ્ધા (એકીન) પૂજા, નીતિ, આનંદ પ્રદર્શન (Extatic vision) આશા કિંવા ભય, તર્ક (ગુમાન), અજ્ઞાત (Unknown) ને ઓળખવા માટે માણસને જે તણું થાય છે તે. આ બધા, અને એથી એ બહુવધારે ધર્મના અર્થ છે, અને તેમાં કેઈપણ બે કાંઈક અથાંતર છેજ. કેટલીક પ્રજામાં ધર્મ જેવો કોઈ શબ્દજ નથી, તે પણ તે પ્રજા પેલા અજ્ઞાતનો પુજા તે કરે છેજ. જાન સ્તુઅર્ટ મિલ કહેતો કે દેવ અને ઈશ્વર એ બધાએ ફેકટના ફાંફાં છે તે પણ એ બુદ્ધિનો બળિ એક સ્ત્રીને દેવી બનાવી તેની છોક પૂજા કરતે! એને મને શ્રેષ્ઠ મનુષ્ય તેજ પૂજાને પાત્ર; દેવદેવતા જેવું તો કશુંએ નહિ; ઈશ્વરલીધર એ સહુ નામના ! તો પણ કેમ કહેવાય કે જાન સ્તુર્તિ મિલ ધર્મ નહિમાનતો આપણે જણિયે છિયે કે એને પણ એક ધર્મ હતો જ. એ પણ ધર્મ નહિતો શું ? બ્રાહ્મણે દેવને માને છે; બુદ્ધધર્મ દેવને અનાદર કરે છે. શું તેઉપરથી બુદ્ધકને ધર્મ નથી એમ કહેવાય? ખરું જોતાં, ધર્મવિનાને તો કરાડમાં એકપણ મનુષ્ય નહિ હશે. શ્રેષ્ઠ બુદ્ધિથી પ્રદીપ્ત થયેલ અને શાસ્ત્ર માત્રમાં નિપૂણ એવો પુરૂષ જે અનંત શક્તિનું મનન કરે છે, તે ધર્મ, તેમજ એક બુદ્ધિહીણ અને અભણ જંગલી, જેની સ્થિતિ વાનરથી ચઢતી નથી, તે જે પથ્થરના કકડાની પૂજા કરે છે, તે પણ ધર્મજ છે.
કાન નામને જર્મન અર્થશાસ્ત્રી કહે છે કે ધર્મ એટલે માત્ર નીતિ; જે મનુષ્ય પિતાના આચારવ્યવહારને ઈધરાજ્ઞા કરી સમજે છે તે ધર્મ માને છે. (આ મત આપણા ઘણાખરા પારસી સુધારાવાળાને બેસતા આવે છે.)
વળી ફિરતે નામને બીજે વિદ્વાન એથી વિરૂદ્ધ મત આપે છે. તે કહે છે કે ધર્મ છે તે કોઈ વ્યવહારિક કામ માટે નથી; શુદ્ધ સુનીતિ એ આપણા અર્થ માટે બસ છે; બાકી ધર્મ એ તો અજ્ઞાની કિંવા બિગડી ગયેલા પ્રજામંડળને છાજે. (આ વાત આપણું હાલના વૈષ્ણવ બંધુઓને ગળે ઉતરશે નહિ). કિર્તા કહે છે કે ધર્મ એટલે જ્ઞાન વિદાંતિયો, જય બેલે !) આ બે વિદ્વાનો માંજ મતભેદતા ખાસા પડી ચુક્યા. ત્યારે હવે ખરે કેણી કાન્ત કે ફિત? કર્તા કહે છે બંને ખરા પણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com