________________
ઘણું વધારે સાકાર અને પુરાણોક્ત રૂપ થોડા વખતમાં પકડે. વળી આ સઘળી શકિતયોનું જે કાંઇ અનંત અથવા અદભૂત લક્ષ
છે, તે તરત જ મનુષ્યરૂપમાં ફેરવાઈ જાય. તેઓને અનંત કેહવામાં નહિ આવે પણ ઘણું કરીને અજેય, અવિનાશી, અક્ષય, અમર, અજાત, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સત્યસંકલ્પ, અને છેલ્લે, આ જેવી કેવળ ભાવ સંજ્ઞા અપાય એવી આશા રાખવી જોઈએ.
આપણે આશા રાખવી જોઈએ એમ હું કહું છું, પણ તે જ વેળાએ હું એમ પણ કહું છું કે આવી આશા બાંધવાની ટેવ ઘણી વેળા અતિ જોખમભરી છે. વિચારનાં નવાં પડેને તપાસી વળતાં કાંઈ પણ આશા નહિ રાખવી, તેમજ માત્ર ખરી બીના એકઠી કરવી, જે મળે તે સ્વિકારવું, અને તે મનમાં પચાવવાને થત્ન કર, એજ રીત સદા ઉત્તમ છે.
અદિતિ અનંત.
-
-------00
જ્યારે પહલેહલે મારા જાણવામાં આવ્યું કે, વેદમાં ખરેખર એક દેવતા છે કે જેને માત્ર અપાર અથવા અનંત અને સંસકૃતમાં અ–હિતિ કેહવામાં આવે છે, ત્યારે જેમ હું ખરેજ આશ્ચર્ય પામ્યા હતો, તેમ તમે પણ જાણીને આશ્ચર્ય પામશે.
અદિતિ શબ્દ નકારવાચક પ્રત્યય અ અને દિલ ઉપરથી નિકળ્યો છે. દિલ વળી દા વતી)=અધવું એ ધાતુ ઉપરથી નિયમ પ્રમાણે નિકળેલો છે, કે જે ધાતુ ઉપરથી કૃદંત દિલ, બધેલું, અને નામ દિતિ એટલે બાંધવું, તથા અધ, નિકળેલાં છે. એટલા માટે અદિતિનો અસલ અર્થ વગરબંધનું, નહિ બાંધેલું, અથવા નહિ ઘેરી લીધેલું, અપાર, અનંત, અનંતતા, એવો હેવો જોઈએ. એજ ધાતુ ગ્રીક શબ્દો. દિય એટલે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com